ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ નિર્માતા વાસુ ભગનાની તેમના પૂજા એન્ટરટેઇન્મેન્ટ બેનર હેઠળ 1998માં આવેલી બડે મિયાં છોટે મિયાંની સિક્વલ બનાવવાની જાહેરાત કરી છે. સિક્વલમાં અક્ષય કુમાર બડે મિયાં અને ટાઇગર શ્રોફ છોટે મિયાંની ભૂમિકા ભજવશે. આજે સોશિયલ મીડિયા પર રિલીઝ કરાયેલા ટીઝરમાં અક્ષય અને ટાઇગર ઍક્શનથી ભરપુર નેરેટિવમાં જોવા મળી રહ્યા છે.
ટાઇગર પર કટાક્ષ કરતા અક્ષયે લખ્યું હતું, જે વરસે તમે આ દુનિયામાં ડેબ્યું કર્યું, મેં ફિલ્મોમાં ડેબ્યું કર્યું. આમ છતાં મુકાબલો કરશો છોટે મિયાં? ચલ થઈ જાય ફુલ-ઑન ઍક્શન. દરમિયાન ટાઇગરે ટ્વીટ કર્યું, ડબલ ધમાકા!! રેડી બડે@અક્ષયકુમાર.
1998માં રિલીઝ થયેલી બડે મિયાં છોટે મિયાં ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત કૉમેડી ફિલ્મ હતી. જેમાં અમિતાભ બચ્ચન અને ગોવિંદા ડબલ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ખાસ ભૂમિકામાં માધુરી દીક્ષિતની સાથે રવિના ટંડન, રમ્યા, અનુપમ ખેર, પરેશ રાવલ, શરત સક્સેના અને સતીશ કૌશિક પણ હતા.
પહેલીવાર સાથે આવી રહ્લા બંને કલાકાર અમિતાભ બચ્ચન અને ગોવિંદાના સ્થાને આવી રહ્યા છે. અલી અબ્બાસ જફર દ્વારા લિખિત-દિગ્દર્શિત બડે મિયાં છોટ્ મિયાં-2 ક્રિસમસ 2023ના રિલીઝ થશે.
નિર્માતા વાસુ ભગનાનીએ જણાવ્યું કે, આ ફિલ્મ મારી ઘણી પસંદગીની છે કારણ એમાં બે દિગ્ગજ કલાકારો અમિતાભ અને ગોવિદા પહેલીવાર સાથે આવ્યા અને મારા માનીતા ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. મને આનંદ એ વાતનો છે કે અક્ષય અને ટાઇગરને બડે મિયાં છોટે મિયાં તરીકે ફરી જોવા મળશે. એ સાથે તેમણે જણાવ્યું કે, હું 2023માં દર્શકોની નવી પેઢી માટે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફને બડે મિયાં છોટે મિયાં તરીકે રજૂ કરી રહ્યો છું.
ફિલ્મનમું નિર્માણ વાસુ ભગનાની અને પૂજા એન્ટરટેઇન્મેન્ટ ઉપરાંત દીપશિખા દેશમુખ, જેકી ભગનાની, હિમાંશુ કિશન મેહરા અને અલી અબ્બાસ જફર છે.
ફિલ્મનું ટીઝર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.youtube.com/watch?v=AS6q8k2Hiag