સોશિયલ મીડિયા પર ઍક્ટિવ બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ફરી જલેબી ખાતી હોય એવો વિડિયો અપલોડ કર્યો છે. આ અગાઉ પણ જલેબી ખાતી હોય એવા વિડિયો શિલ્પા શેર કરી ચુકી છે. આના પરથી કોઈ પણ અનુમાન લગાવી શકે કે જલેબી અભિનેત્રની ફેવિરટ આઇટમ હશે.
શિલ્પા શેટ્ટીએ એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે જેમાં એ જલેબી અને રબડીનો આસ્વાદ માણી રહી છે. શિલ્પા કહે છે કે, આજે સન્ડે છે તો બનતા હૈ, ઘણા દિવસોથી ટેસ્ટ કર્યો નથી. મારા મિત્રએ લચ્છા રબડી અને ગુડની રબડી મોકલી છે. બંનેમાં શું ફરક છે મને નથી ખબર, ચાલો ટેસ્ટ કરીએ.