મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અજય દેવગણ હાલ મે ડે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ જે સમાચાર આવી રહ્યા છે એ અમિતાભના ચાહકો માટે ઘણા મજેદાર છે. હકીકતમાં અમિતાભ બચ્ચન ફરી એ સ્થળે શૂટિંગ કરવાના છે જ્યાં તેમણે આઇકૉનિક ફિલ્મ દીવારનું શૂટિંગ કર્યું હતું.
અમિતાભે સોશિયલ મીડિયા પર ફોટો અપલૉડ કરવાની સાથે લખ્યું હતું, સમયને જોતા, પાછળની પત્થરની ઇમારતને જુઓ… પોલીસ અધિકારી બનેલા શશી કપૂરે એના ભાઈ વિજયને દીવાર ફિલ્મમાં આજ સ્થળે ગોળી મારી હતી.
૪૨ વરસ બાદ આજે ફરી ત્યાં જ શૂટિંગ કરી રહ્યા છીએ. દીવાર ૧૯૭૯થી આજે ૨૦૨૧ સુધી.
મે ડેનું શૂટિંગ ગયા વરસે શરૂ થયું હતું અને હૈદરાબાદમાં ફિલ્મના મહત્ત્વના દૃશ્યો શૂટ કરાયા હતા. અમિતાભ બચ્ચન અને અજય દેવગણની વાત કરીએ તો આ બંને સ્ટાર સત્યાગ્રહમાં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મની ખાસ વાત એ છે કે મે ડેનું દિગ્દર્શન ખુદ અજય દેવગણ કરી રહ્યો છે.