વર્લ્ડ કેન્સર ડે એક એવો દિવસ છે જે પૂરા વિશ્વને કેન્સર જેવી બિમારી માટે એકત્ર લાવે છે. 4 ફેબ્રુઆરી ઉજવાતા વર્લ્ડ કેન્સર ડેનો ઉદ્દેશ લાખો લોકોને કેન્સર અંગેની જાણકારી આપવાની સાથે જનજાગૃતિ ફેલાવવાનો.

એક સમય હતો જ્યારે કહેવાતું કે કેન્સર એટલે કેન્સલ. પરંતુ આજના યુગમાં કેન્સરને માત આપવાનું શક્ય છે, જરૂર છે માત્ર આત્મવિશ્વાસની. બૉલિવુડની અનેક હસ્તીઓના ઉદાહરણ છે જેમણે આ બિમારીને માત આપી નવેસરથી જિંદગી શરૂ કરી છે. મનીષા કોઇરાલાથી લઈ લિસા રે, અનુરાગ બસુ, સોનાલી બેન્દ્રે, રાકેશ રોશન, ઇરફાન ખાન અને ઇમરાન હાશ્મીના દીકરા અયાને કેન્સરને લડતા જ નહોતી આપી એને માત પણ આપી.

કેન્સરની વાત કરવાનું કારણ એટલું કે કેન્સરના દરદીઓને પ્રેરણાની સાથે બિમારી સામે લડવાનું જોમ પેદા થાય એ માટે હિતેશ મિશ્રાએ હૌસલા નામનું સિંગલ રિલીઝ કર્યું છે. હિન્દી, તમિલ, મરા
, કન્નડ અને બંગાલી મળી કુલ પાંચ ભાષામાં રેકોર્ડ કરાયેલું ગીત શાન સહિત અન્ય ભાષાના ગાયકોએ સ્વર આપ્યો છે. આલબમ અંગે વાત કરતા હિતેશ મિશ્રા કહે છે કે, અમે એક એવા યુવાનની વાત આલબમમાં આલેખી છે જેને કેન્સર હોવાનું નિદાન થતાં પડી ભાંગે છે. પરિવારજનોનો સધિયારો મળવા છતાં એ ટ્રોમામાંથી બહાર આવતો નથી. આખરે એકાંતવાસમાં જતા રહેલા યુવાનને હતાશામાંથી બહાર કાઢવા એની મંગેતર અમેરિકાથી ભારત આવે છે અને એને કેન્સર સામે લડવાની હિંમત આપે છે.

હિતેશ કહે છે કે આલબમ બનાવવાનો ઉદ્દેશ એટલો જ છે કે જો પરિવારજનો અને મિત્રોનો સાથ સહકાર મળે અને યોગ્ય સારવાર મળે તો કેન્સરના દરદીનો પણ નવજીવન મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here