સિનેસ્તાન ઇન્ડિયાઝ સ્ટોરીટેલર્સ સ્ક્રિપ્ટ કૉન્ટેસ્ટને સિનેસ્તાન ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લૉન્ચ કરવામાં આવેલી અને  ભારતની સૌથી મોટી સ્ક્રિપ્ટ રાઇટિંગ લેખન સ્પર્ધા, જેમાં વિજેતા સ્પર્ધકોને કુલ 50 લાખ રૂપિયાના રોકડ ઇનામ આપવામાં આવે છે.

આ વરસે યોજાયેલી સિનેસ્તાન ઇન્ડિયાઝ સ્ટોરી ટેલર્સ સ્ક્રિપ્ટ કૉન્ટેસ્ટની સિનેસ્તાન ઇન્ડિયાઝ સ્ટોરીટેલર્સની બીજી એડિશનના વિજેતાઓની ઘોષણા બૉલિવુડના દિગ્ગજ જ્યુરી દ્વારા ડિજિટલી કરવામાં આવી. જ્યુરીમાં અભિનેતા આમિર ખાન, દિગ્દર્શક રાજુ હિરાણી, લેખક અંજલિ રાજબાલી અને જુહી ચતુર્વેદીનો સમાવેશ હતો.

આ વરસે પહેલું ઇનામ કેલિફોર્નિયા-યુએસએની સેજલ પચિસિયાને મળ્યું હતું. સેજલને ઇનામમાં 25 લાખ રૂપિયા આપવામાં આવશે. એની સ્ટોરી ઑન ધ બાઉન્ડ્રીને તમામ જ્યુરીએ એકમતે પસંદ કરી હતી. દિગંત પાટીલની વાર્તા ગિલ્ટને બીજું ઇનામ મળ્યું હતું. જ્યારે સૌમિલ શુક્લાને લાખ માવળા માટે ત્રીજું ઇનામ મળ્યું હતું. અનુભવ ચોપરાની વાર્તા ફુર્રને ચોથું ઇનામ તો નીતા શ્યામને એની વાર્તા ફૂટ પ્રિન્ટ્સ માટે પાંચમું ઇનામ મળ્યું હતું.

આમિર ખાને વિજેતાના નામની જાહેરાત કરવા પૂર્વે એ વાતે અફસોસ જાહેર કર્યો કે કોરોના વાઇરસને પગલે જાહેર કરાયેલા લૉકડાઉનને કારણે પુરષ્કારોની જાહેરાત કોઈ ઇવેન્ટમાં થઈ શકી નથી. તેમણે એમ પણ કહ્યું કે જેઓ ટૉપ-5માં નથી આવી શક્યા તેમણે હતાશ થવાની જરૂર નથી. હકીકતમાં પટકથા લેખકોએ હતાશ થયા વિના પૂરા ઉત્સાહ સાથે લખવાનું ચાલુ રાખવું જોઇએ. દરેક ફિલ્મ નિર્માતાને સારી સ્ક્રિપ્ટની જરૂર હોય છે. આમિર ખાને આ પ્રકારના આયોજન માટે સિનેસ્તાન અને સ્પર્ધાની બીજી એડિશનમાં ભાગ લેનાર તમામ લોકોને બિરદાવ્યા હતા.

સિનેસ્તાન ડિજિટલના ચેરમેન રોહિત ખટ્ટરે જણાવ્યું કે, આ કપરા કાળમાં ભારતીય પટકથા લેખન (સ્ટોરી ટેલિંગ)ની પ્રતિભાઓને બહાર લાવવા માટે અમને સહકાર આપવા માટે હું તમામ જ્યુરીનો આભાર માનું છું. એ સાથે એન્ટ્રી મોકલનાર હજારો લેખકોને પણ ધન્યવાદ આપું છું. વિજેતાઓને અમારા તરફથી શુભકામના. અમે તેમની સફળતા માટે પ્રાર્થના કરીએ છીએ. મને આનંદ છે કે પટકથા લેખકોને પ્રેરિત કરવા અને દેશના તમામ હિસ્સામાંથી પોતાની સ્ક્રિપ્ટ મોકલવા માટેનો મંચ પૂરો પાડવાના જે ઉદ્દેશથી આ સ્પર્ધા શરૂ કરવામાં આવી એના લક્ષ્ય તરફ ધીરી ગતિએ આગળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here