ગુજરાતી-અંગ્રેજી અને પારસી નાટકોને જેમણે પોતાની પ્રતિભાના જોરે ધબકતા રાખ્યા હતા એવા  કલાકાર રૂબી પટેલના જીવનનો આખરી પરદો મંગળવારે સવારે પડ્યો હતો. તેઓ 86 વર્ષનાં હતાં.

વિવેક વાસવાનીએ આજે સવારે ટ્વીટ કરીને આ દુખદ સમાચાર સમાચાર આપ્યા હતા. વિવેકે એના ટ્વીટમાં લખ્યું હતું કે, રૂબી અને હોસી ઇંગ્લિશ થિયેટરના ધર્મેન્દ્ર અને હેમા માલિની જેવા છે જેમણે સતત 15 સુપરહિટ નાટકો આપ્યા હતા. એ સાથે વિવેકે ઉમેર્યું હતું કે રૂબીની પુત્રી શેરનાઝ સાથે મેં ખાનદાનમાં કામ કર્યું હતું, અમે 1987થી સાથે કામ કરી રહ્યા છીએ.

ફોટો સૌજન્ય : ઇન્ડિયન એક્સપ્રેસ

રૂબી પટેલ અને તેમના પતિ બરજોર પટેલે 1960 સુધી ગુજરાતી કૉમેડી નાટકો કર્યા હતા. ત્યાર બાદ તેઓ ઇન્ડિયન નેશનલ થિયેટર (આઇએનટી)ના પારસી વિંગમાં જોડાયા અને એક દાયકા સુધી કામ કર્યું. તેમણે ઘેર ઘુઘરો ને ગોટાળો, તિરંગી તેહમુલ, હૅલો ઇન્સ્પેક્ટર અને ઉગી ડહાપણની દાઢ જેવા નાટકો કર્યાં હતાં.

1970ના અંતમાં રૂબી અને બરજોર પટેલે તેમના પોતાના બરજોર પટેલ પ્રોડક્શનની સ્થાપના કરી. વીસ વરસ સુધી દુબઈમાં રહ્યા બાદ ત્રણેય બાળકો સાથે 1990માં તેઓ ભારત પાછા ફર્યા. તેમની પુત્રી શેરનાઝ પટેલ પણ થિયેટર ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. શેરનાઝે બ્લૅક, ગુઝારિશ, રૉકસ્ટાર, તલાશ, રૉય જેવી અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here