બૉલિવુડના મશહૂર સ્ટંટ અને ઍક્શન કૉરિયોગ્રાફર વીરૂ દેવગણ 27 મેના અવસાન પામ્યા. તેમના નિધન બાદ સોશિયલ મીડિયા યુઝરે એક જૂનો વિડિયો શેર કર્યો છે જેમાં અજય દેવગણે જણાવ્યું હતું કે એમના પિતા વીરૂ દેવગણે કેવી રીતે એને એક હજાર લોકોના ટોળા વચ્ચેથી છોડાવ્યો હતો.

વિડિયોમાં અજય જૂની યાદો તાજી કરતા કહે છે કે એને ઘણી વખત પબ્લિકે માર્યો હતો. એક વાર તો 25 લોકોએ મળી ધીબેડી નાખ્યો હતો. એ સાથે એ સાજિદ તરફ ઇશારો કરતા કહે છે, તને યાદ છે એ દિવસ… ત્યારે સાજિદ એ દિવસે શું બન્યું એ યાદ કરીને કહે છે.

સાજિદે કહ્યું કે, અજયની એક સફેદ જીપ હતી જેમાં અમે ફરતા હતા. હૉલિડે હોટેલ પાસે એક પતલી ગલ્લી છે ત્યાંથી અમે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક છોકરો પતંગ પકડવા દોડ્યો અને જીપ સામે આવી ગયો. ફુલ સ્પીડમં જીપ હતી છતાં અજયે જોરદાર બ્રેક મારી. અજયની કોઈ ભૂલ નહોતી અને છોકરાને પણ લાગ્યું નહોતું પણ એકદમ ડરી ગયો અને રડવા લાગ્યો.

છોકરાનો રડવાનો અવાજ સાંભળી આજુબાજુથી લોકો દોડી આવ્યા અને જોતજોતામાં હજારેક લોકો જમા થઈ ગયા. બધાએ અમને ઘેરી લીધા હોવાથી અમે ડરી ગયા. અમે લોકોને સમજાવવાની કોશિશ કરી કે છોકરો અચાનક સામે આવી ગયો પણ એને જરાય ઇજા થઈ નથી. પણ એ લોકો સાંભળવા જ તૈયાર નહોતા.અને બૂમો પાડવા લાગ્યા કે તમને પૈસાદારોને કાર તેજ દોડાવવા જોઇએ છે નીચે ઉતરો બધા. અમને ખ્યાલ પણ ન આવ્યો અને તેઓ અમારા માથા પર મારવા લાગ્યા.

આ વાતની જાણ કોઇએ અજયના પિતા વીરૂ દેવગણને કરતા એ તુરંત 150-200 ફાઇટર્સ સાથે આવી પહોંચ્યા. અને પછી તો તમે ફિલ્મમાં જુઓ છો એવો માહોલ સર્જાયો. વીરૂ દેવગણે ત્રાડ પાડીને પૂછ્યું કે મારા દીકરાને હાથ કોણે લગાડ્યો. તેમની ત્રાડ સાંભળી બધા ચૂપ થઈ ગયા અને ત્યાંથી ચાલતી પકડી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here