બૉલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનના નાના દીકરા અબરામની છઠ્ઠી વરસગાંઠ ૨૭ મેના ધામધૂમથી ઉજવવામાં આવી. અબરામના જન્મદિવસ મનાવવા બૉલિવુડની અનેક સેલિબ્રિટી તેમના બાળકો સાથે પહોંચ્યા હતા. સંતાનોને માત્ર સામાન્ય લોકો જ પ્રેમ કરતા હોય છે એવું નથી ફિલ્મોના કલાકારો પણ તેમના સંતાનપ્રેમ માટે જાણીતા છે. અને આ વાતની જાણકારી સેલિબ્રિટીના સોશિયલ મીડિયાની પોસ્ટ પરથી થાય છે. અબરામના જન્મદિવસનો એક ખાસ ફોટો શાહરૂખે એના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવાની સાથે ઇમોશનલ નોટ પણ લખી હતી.

શાહરૂખે એના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આર્યન, સુહાના અને અબરામનો ફોટો શેર કરવાની સાથે લખ્યું હતું કે એક ઓર ફોટો… પિતાનો પ્રેમ ઓવરલોડેડ.

શાહરૂખના બંને બાળકો આર્યન અને સુહાના બૉલિવુડમાં ડેબ્યુ કરી રહ્યા હોવાના ન્યુઝ અવારનવાર ઝળકતા રહે છે. જોકે આર્યન હાલ કેલિફોર્નિયામાં ફિલ્મ મેકિંગ અને એક્ટિંગનો કોર્સ કરી રહ્યો છે. જ્યારે સુહાના લંડનમાં અભ્યાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here