જો આજે માનસા વારાનસી મિસ વર્લ્ડનો તાજ જીતી તો ૧૯૯૪ બાદ પહેલીવાર એવું બનશે કે મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડની વિજેતા ભારતીય હશે. ૧૯૮૪માં સુસ્મિતા સેન અને ઐશ્વર્યા રાય અનુક્રમે મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડનો તાજ જીતી હતી.
૧૬ ડિસેમ્બરના કેરેબિયન ટાપુ પુર્તો રિકો ખાતે યોજાઇ રહેલી મિસ વર્લ્ડમાં માનસા વારાનસી ભાગ લઈ રહી છે.
સ્પર્ધામાં ટોપ ટેનમાં પહોંચેલી ૨૩ વર્ષની માનસા જો વિજેતા બની તો ૨૦૧૭ બાદ મિસ વર્લ્ડનો તાજ ફરી ભારત આવી શકે છે. છેલ્લે માનુશી છિલ્લરે વિશ્વ સુંદરીનો તાજ જીતી હતી.
મૂળ હૈદરાબાદની માનસાએ દસમા ધોરણ સુધી મલયેશિયામાં અભ્યાસ કર્યા બાદ હૈદરાબાદ ખાતે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. કૉલેજના મ્યુઝિક બેન્ડની મહત્વની મેમ્બર હતી.
મિસ વર્લ્ડમાં ટોપ ટેનમાં પહોંચેલી માનસાને ૨૦૦૦ની સાલમાં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકેલી પ્રિયંકા ચોપરાએ ખાસ મેસેજ કરી શુભેચ્છા પાઠવી છે.
ભારત માટે મિસ વર્લ્ડનો પહેલો ખિતાબ રીટા ફારીયાએ ૧૯૬૬માં જીત્યો હતો. ત્યાર બાદ છેક ૧૯૯૪માં ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ બની હતી. એ પછી ડાયના હેડન (૧૯૯૭), યુક્તા મુખી (૧૯૯૯), પ્રિયંકા ચોપરા (૨૦૦૦) અને માનુષી છિલ્લર (૨૦૧૭)માં મિસ વર્લ્ડનો તાજ જીતી હતી.