જૈનમ જયતિ શાસનમ્… જય જીનેન્દ્ર
જેમ કે આપ સહુ જાણો જ છો કે ખાસ તો વર્તમાન સમયમાં વિશ્વના અનેક અગ્રણી અને વિકસિત દેશો દ્વારા જૈન ધર્મના રીતિ રિવાજો, સિદ્ધાંતો ઉપર વિષેશ સંશોધનો થઇ રહ્યા છે અને એ સંશોધનોમાંથી સમસ્ત વિશ્વ સમુદાયને ક્યા ક્યા લાભો કઈ રીતે પ્રાપ્ત થઈ શકે એની જાણકારી વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવે છે. આ જોઈને એક જૈન તરીકે ગર્વની લાગણી અનુભવીએ છીએ. શા માટે જૈન ધર્મ પ્રત્યે વિશ્વભરનું આકર્ષણ વધી રહ્યું છે? અને શા માટે પ્રત્યેક સમાજના લોકો જૈન સમુદાયને ખૂબ માન આપી રહ્યા છે? આવા રસપ્રદ વિષય પર આધારિત નવકાર મંત્ર મહાશક્તિ નામની સરસ મજાની સર્વ પ્રથમ ગુજરાતી ફિલ્મની ટૂંક સમયમાં ભવ્ય રજૂઆત થવા જઈ રહી છે.
પ્રત્યેક જૈન શ્રાવક ભાઈ-બહેનો આ ફિલ્મનો ધર્મ લાભ પ્રાપ્ત કરી શકે એ હેતુ આગામી ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં આપણાં જૈન સમાજના મહાનુભાવો, સમાજ અગ્રણીઓની ઉપસ્થિતમાં અનુક્રમે મુંબઇ, અમદાવાદ, સુરત ખાતે વિશેષ આમંત્રિત શોનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.
આપશ્રીનું જૈન ધર્મ પ્રત્યે અનન્ય યોગદાન રહ્યું છે અને આપ સમાન સધાર્મિક વધુને વધુ શ્રાવક ભાઈ-બહેનો આ કાર્યમાં પોતાનો કિંમતી સમય ફાળવી સહભાગી થઈ શકે એ હેતુ વહેલામાં વહેલા નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી.
9825207020 / 9324286634
જય જીનેન્દ્ર