હાર્વર્ડ અને IEના ભૂતપૂર્વ વિદ્યાર્થી કરણ ગુપ્તા અને IE બિઝનેસ સ્કૂલ દ્વારા શરૂ કરાયેલા અનોખા આઈ એમ વુમન ઍવોર્ડ્સ મહિલાઓને ઉપલબ્ધિઓને નવાજવા માટે એનાયત કરવામાં આવે છે. ચાર વરસ અગાઉ શરૂ કરાયેલા ઍવોર્ડ ફંક્શનમાં મહિલાઓ તેમની અંગત અને પ્રોફેશનલ લાઇફની વાતો શેર કરે છે જે અન્ય મહિલાઓને પણ પ્રેરિત કરે છે.

આ વરસે જેમને ઍવોર્ડથી નવાજવામાં આવ્યા એમાં અભિનેત્રી અને લેખિકા સોનાલી બેન્દ્રે, ફૅશન ડિઝાઇનર નીતા લુલ્લા, જેનેસિસની કો-ફોઉન્ડર દીપિકા ગેહાની, સામાજિક કાર્યકર્તા સિંધુતાઈ સકપાલ (જેમની બાયોપિક અનંત મહાદેવને બનાવી હતી) સહિત અન્ય મહિલાઓને ઍવોર્ડ અપાયા હતા. કાર્યક્રમનું સંચાલન માનસી જોશી-રૉય અને માનસી સ્કૉટની સાથે રોહિત રૉય, તનુજ વિરમાની અને પ્રવીણ દબાસે કર્યું હતું. કાર્યક્રમમાં ઝાયેદ ખાન, સુલેમાન મર્ચન્ટ, આરતી અને કૈલાશ સુરેન્દ્રનાથ, સંદીપ સોપારકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમેરિકામાં કેન્સરની સારવાર લઈ પાછી ફરેલી સોનાલી બેન્દ્રેએ જણાવ્યું હતું કે, મારી મા હંમેશ કહેતી હતી કે પહેલાં તમે આર્થિક રીતે પગભર થાઓ, પછી લગ્ન વિશે વિચારો. જો તમે નાણાંકીય રીતે સદ્ધર નહીં હો તો તમે ક્યારેય લડત આપી શકશો નહીં.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here