શોપિંગ કરવું એ તો મહિલાઓની ખાસ પ્રવૃત્તિ છે. એમાં સેલિબ્રિટી સ્ટાર્સ પણ બાકાત નથી. એમાં દે દે પ્યાર દેની ખૂબસૂરત હીરોઇન રકુલ પ્રીત પણ બાકાત નથી. જેવો શૂટિંગમાં સમય મળે કે એ તરત શોપિંગ માટે ભાગતી હતી.

ફિલ્મના ટ્રેલરમાં કૉમિકમાં પર્ફેક્ટ ટાઇમિંગથી દર્શકોને ખુશ કરનાર અભિનેત્રીએ એના માનીતાં ગીત તુ મિલા તો હૈનાની સિક્વન્સ દરમ્યાન એની શોપહોલિક જોવા મળી હતી.

આ રોમાન્ટિક નંબરનો અમુક હિસ્સો લંડનમાં આવેલી ઓક્સફર્ડ સ્ટ્રીટ અને હાઇડ પાર્ક ખાતેના શોપર્સ પેરેડાઇઝમાં ફિલ્માવાઇ રહ્યો હતો. આ એવી જગ્યા છે જ્યાં તમે દુનિયાની શ્રેષ્ઠ બ્રાન્ડની વચ્ચે ઘેરાયેલા હો તો શોપિંગની લાલચ કેવી રીતે રોકી શકાય? એમાંય રકુલ જેવી શોપિંગની શોખી હોય તો બસ, પત્યું. ફિલ્મમાં આશિષ (અજય દેવગણ)ની પ્રેમિકાની ભૂમિકા ભજવી રહી છે. ગીતના શૂટિંગ દરમ્યાન બે સીનની વચ્ચેના સમયગાળા દરમ્યાન રકુલ સ્ટારમાં ધસી જતી હતી. અને જ્યારે પાછી ફરતી ત્યારે એના બંને હાથમાં દરેક શોપની શોપિંગ બેગ્સ રહેતી હતી.

રકુલ કહે છે કે, તુ મિલા તો હૈના મારૂં મનપસંદ ગીત છે અને એમાં મારી પર્સનાલિટીનો નિખાર જોવા મળે છે. આ ગીત અમે ઓક્સફર્ડ સ્ટ્રીટખાતે શૂટ કર્યું હતું જે શોપિંગનું મુખ્ય હબ ગણાય છે. એટલે જ્યારે પણ શૂટિંગમાં સમય મળતો ત્યારે સ્ટોરમાં દોડી જતી અને શોપિંગની ભરપુર મોજ માણતી હતી. દે દે પ્યાર દેમાં રકુલ પ્રીત ઉપરાંત અજય દેવગણ અને તબુ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ભૂષણ કુમાર, ક્રિશ્ન કુમાર, લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત ફિલ્મ 17 મે 2019ના રિલીઝ થશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here