બૉલિવુડના સુપ્રસિદ્ધ પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂરની યાદમાં તાજેતરમાં ટર્નર રોડ, સેન્ટ માર્ટિન્સ રોડ, બાન્દ્રા વેસ્ટના જંક્શન પરના ચોકને પદ્મશ્રી મહેન્દ્ર કપૂર ચોક નામ આપવામાં આવ્યું હતું. ચોકની અનાવરણ વિધિ તાજેતરમાં બૉલિવુડના જાણીતા અભિનેતા જિતેન્દ્ર, ગાયક સુરેશ વાડકર, ઉદિત નારાયણ, દીપા નારાયણ, મધુશ્રી અને કૉમેડિયન જ્હૉની લીવરના હસ્તે થયું હતું. આ પ્રસંગે મહેન્દ્ર કપૂરના પુત્ર રોહન કપૂર પત્ની નીરજા અને પુત્ર સિદ્ધાંતની સાથે મહેન્દ્ર કપૂરના પરિવારના અન્ય સભ્યો અને ચાહકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મહેન્દ્ર કપૂરની ગણના એવા ગણતરીના ગાયકોમાં થાય છે જેઓ હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગમાં ખ્યાતિ મેળવી હતી. જેમ મુકેશ રાજ કપૂરની આત્મા કહેવાતા એમ મહેન્દ્ર કપૂર મનોજ કુમારની અવાજ તરીકે જાણીતા હતા. મહેન્દ્ર કપૂરે મનોદ કુમારની દેશભક્તિથી પ્રચુર ફિલ્મોના ગીતો ગાયા હતા. જેમાં ઉપકારનું મેરે દેશ કી ધરતી, રોટી કપડા ઔર મકાનનું ઔર નહીં બસ ઔર નહીં, પૂરબ ઔર પશ્ચિમનું ભારત કા રહેનેવાલા હું જેવા અનેક ગીતો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here