સરોજિની નાયડુ ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસનાં પહેલાં મહિલા અધ્યક્ષ બન્યાં હતાં.
ભારતની સ્વતંત્રતાની લડાઈમાં સક્રિયપણે ભાગ લેનાર એક્ટિવિસ્ટ, ફેમિનિસ્ટ અને કવયિત્રી કે નાયટિન્ગલ ઑફ ઈન્ડિયા તરીકે વિખ્યાત સરોજિની નાયડુની બાયોપિક સરોજીની : ધ અનસંગ ફ્રીડમ ફાઇટરનો ફર્સ્ટ લૂક આજે રિલીઝ કરવામાં આવ્યો. ચાર ભાષામાં બની રહેલી ફિલ્મના દિગ્દર્શક છે વિનય ચંદ્ર. ચરણ સુવર્ણા, હની ચૌધરી દ્વારા નિર્મિત ફિલ્મમાં સરોજિની નાયડુનાં અંગત જીવન, કેરિયર, આઝાદીની ચળવળ, દેશભક્તિ અને તેમનાં દેશપ્રેમની વાત આલેખવામાં આવશે.
સરોજિની નાયડુ ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસનાં પહેલાં મહિલા અધ્યક્ષ બન્યાં હતાં. આઝાદી બાદ તેમણે ગવર્નર તરીકે પણ સેવા આપી હતી.
ફિલ્મમાં સરોજિની નાયડુની બાયોપિકથી શાંતિ પ્રિયા હિન્દી, કન્નડ, તેલુગુ અને તમિલમાં કમબેક કરી રહી છે.
ફિલ્મમાં શાંતિ પ્રિયા ઉપરાંત ઝરીના વહાબ, સોનલ મોન્ટરીઓ, હિતેન તેજવાની અને રંગાયન રઘુ જેવા કલાકારો પણ કામ કરી રહ્યા છે.