ડૉ. કૃષ્ણા ચૌહાણ દ્વારા ભારતીય ફિલ્મોદ્યોગના પિતામહ એવા દાદા સાહેબ ફાળકેને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા છેલ્લા બે વરસથી દાદા સાહેબ ફાળકે લેજન્ડ અવૉર્ડનું આયોજન કરી રહ્યા છે. મજાની વાત એ છે કે 4 મેનમા કૃષ્ણા ચૌહાણનો પણ જન્મ દિવસ છે, અને એ દિવસે સાંજે છ વાગ્યથી ત્રીજા અવૉર્ડ ફંક્શનનું આયોજન કર્યું છે.
કૃષ્ણા ચૌહાણ ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. કૃષ્ણા ચૌહાણનું કહેવુ છે કે, અમે સતત ત્રણ વરસથી અવૉર્ડ ફંક્શનનું આયોજન કરી રહ્યા છીએ. આ વખતનું અવૉર્ડ ફંક્શન પહેલા કરતા મોટો અને શાનદાર હશે. ભારતીય ફિલ્મો અને એના વિકાસમાં ઉલ્લેખનીય ફાળો આપનારાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ વખતે પણ અનેક મહાનુભાવો કાર્યક્રમમાં સામેલ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિને ડૉ. કૃષ્ણા ચૌહાણ દ્વારા મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા અને નારી શક્તિ સન્માન 2022નું આયોજન કરવામાં આવ્યું હતું.
કૃષ્ણા ચૌહાણ ફાઉન્ડેશન અંતર્ગત ડૉ. કૃષ્ણા ચૌહાણ અનેક અવૉર્ડ્સ શોનું આયોજન કરે છે. કેસીએફ અંતર્ગત બૉલિવુડ લેજન્ડ અવૉર્ડ, બૉલિવુડ આઇકોનિક અવૉર્ડ, લેજન્ડ દાદા સાહેબ ફાળકે અવૉર્ડ અને મહાત્મા ગાંધી રત્ન અવૉર્ડનું આયોજન છેલ્લા થોડા વરસોથી કરવામાં આવી રહ્યુ છે.