ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ આ ગેમનો પ્રચાર પૈરોડી સ્ટુડિયો દ્વારા થઈ રહ્યો છે
સુપર સ્ટાર સલમાન ખાન વિરૂદ્ધ થયેલા હિટ એન્ડ રન અને કાળિયાર કેસ પર બનેલી ગેમ અચાનક યંગસ્ટર્સમાં પોપ્યુલર બની છે. આમાં કોઈ ગેરસમજ ઊભી ન કરતાં કારણ, સલમાન ભાઈની પૈરોડી સેલમોન ભોઈ, ધ ગેમ હીરો, એમાં કોઈ ખરાબ કામ કરતો નથી. હકીકતમાં એ એલિયન્સને મારી રહ્યો છે.
આ ગેમ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. ગેમની શરૂઆતમાં જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે રમત માત્ર એક કલ્પના છે. રમતમાં સેલમોન ભોઈને ડ્રીંક કરતાં અને પછી અડધી રાતે ગાડી ચલાવતા દર્શાવી શકાય છે. ગેમમાં ત્રણ લેવલ છે.
ગ્રીન લેવલ : આ લેવલમાં સેલમોન ભોઈની કાર એક અજીબોગરીબ ગ્રહ પાસેથી પસાર કરવાની હોય છે, જ્યાં એને એક પાર્કમાં હરણ અને એલિયનની ઉપરથી ભાગવાનું હોય છે.
બરફનું લેવલ : આ બરફમાં થતું સાહસિક કાર્ય છે. રમતમાં ગ્રહ એન્ટાર્કટિકા જેવો દેખાય છે. આ લેવલમાં એલિયન્સ, પોલાર બેર અને પેંગ્વિન ફરે છે. પ્લેયરે એલિયન્સ અને પોલર બેરને મારવાના હોય છે, અને પેંગ્વિનને ઉગારી લેવા માટે સેલમોન ભોઈનો આભાર.
ડેઝર્ટ લેવલ : અને ડેઝર્ટ લેવલમાં ખેલાડી સેલમોન ભોઈ રણમાં એની કાર ચલાવે છે જ્યાં ઠેર ઠેર વીંછી, ઊંટ વગેરે છે. આ લેવલમાં ખેલાડીએ રણના દરેક પ્રાણીઓ પરથી દોડવાનું છે.
ગેમમાં સૌથી વધુ પોઇન્ટ મેળવનાર ખેલાડી વિજેતા બને છે.