ભારતની ઝડપથી આગળ વધી રહેલ મીડિયા સુપર એન્ટરર્ટેંમેંટ એપ ચિંગારી દ્વારા આજે સલમાન ખાનને તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર તરીકે ઘોષિત કરવામાં આવેલ છે.
સલમાન ખાન ભારતના સૌથી લોકપ્રિય અને આઇકોનિક અભિનેતા અને બૉક્સ ઓફિસના અવિવાદિત બાદશાહ છે. સૌથી લોકપ્રિય અભિનેતા હોવાની સાથે સાથે તેઓ એક સફળ નિર્માતા, સૌથી લોકપ્રિય ટીવી હોસ્ટ અને પરોપકારી કાર્ય કરવા માટે પણ જાણીતા છે.
ચિંગારી એપના સહ-સંસ્થાપક અને CEO સુમિત ઘોષે કહ્યું, “ચિંગારી માટે આ ભાગીદારી ખરેખર નોંધપાત્ર છે. દેશના તમામ રાજ્યોમાં પહોંચવું તે અમારી નીતિ છે અને એક વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર તરીકે સલમાન ખાન અમારી જોડે છે, તે આનંદની વાત છે. અમને વિશ્વાસ છે કે, અમારો સંબંધ નજીકના ભવિષ્યમાં નવી ઊંચાઈઓ આંબવા માટે ચિંગારીને તાકાત આપશે.
આ ભાગીદારી અંગે વાત કરતાં સલમાન ખાને કહ્યું, “ચિંગારી ભારતમાં સૌથી લોકપ્રિય મનોરંજન એપ્સ માંની એક છે અને તેનો ફોકસ તેના ઉપભોક્તાઓ અને કન્ટેન્ટ ક્રિએટર્સનું મૂલ્ય વર્ધન કરવા ઉપર છે. આટલા ઓછા સમયમાં ચિંગારીએ જે રીતે આકાર લીધો છે, તે જોઈને મને આનંદ થાય છે. આ એક એવો મંચ છે, જે ગામડાઓથી માંડીને શહેરો સુધીના લાખો લોકોને તેમની વિશેષ કળા પ્રદર્શિત કરવાની અને જોતજોતામાં બીજા લાખો લોકોને તેઓને જોવાનો લ્હાવો આપે છે.
સલમાન ખાનને વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર બનાવીને ચિંગારી માર્કેટ લીડર તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવા માંગે છે. આ ક્ષેત્રની અગ્રણી ચિંગારી પોતાનો ‘મેડ ઇન ઈન્ડિયા’ નો ટૅગ ગર્વથી ધારણ કરે છે. ચિંગારી આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેંજની વર્ષ 2020 ની વિજેતા છે.
ચિંગારી એપના સહ-સંસ્થાપક અને સીઓઓ દીપક સાળવીએ કહ્યું, “અમને વિશ્વાસ છે કે સલમાનની લોકપ્રિયતા આ મંચ પર વધુ યૂઝર્સને લઈ આવશે. ચિંગારીએ હમેશા કન્ટેન્ટ ક્રિએટર્સને સક્ષમ બનાવવા પર ભાર મૂક્યો છે અને વ્યાપક ભારત માટે વધુ સુસંગત અને દમદાર ફીચર્સ સાથે તમામ યૂઝર્સ માટે નિરંતર રોમાંચક કન્ટેન્ટ લાવવા માટે તે રણનીતિ ઘડે છે.
સલમાનની ટેલેન્ટ મેનેજમેંટ ફર્મ યુબીટીને દેશભરમાં પ્રીમિયમ ટેલેન્ટ અસોસિએશનના નિર્માણ માટે ચિંગારીએ એક્સ્ક્લુઝિવ રીતે પેનલ પર રાખી છે. યુબીટીના સહ-સંસ્થાપક વિક્રમ તનવરે કહ્યું, “લઘુ વિડીયોનું પ્રમાણ ભારતમાં ઝડપથી વધી રહ્યું છે. આ એક એવું માધ્યમ છે, જેનો ઉપયોગ લાખો લોકો કન્ટેન્ટ બનાવવા માટે કરે છે અને કન્ટેન્ટ જોવા માટેનો પણ ઘણા ભારતીયોનું તે પસંદગીનો વિકલ્પ છે. ચિંગારી સાથેની આ ભાગીદારી ઘણા યૂઝર્સને તેમની અવ્યક્ત પ્રતિભાને પ્રસ્તુત કરવાની તક આપશે અને ભારતમાં ડિજિટલ સ્ટાર્સના નવા જથ્થાનો માર્ગ મોકળો કરશે.
ચિંગારી એપના સહ-સંસ્થાપક અને સીએસઓ આદિત્ય કોઠારીએ જણાવ્યું, “અમે એવા બ્રાન્ડ એમ્બેસેડરને શોધી રહ્યા હતા, જે રાષ્ટ્રની પલ્સને સમજતો હોય અને સલમાન ખાન ઘણી બાબતોમાં તમામ શૈલીઓને તથા ભૌગોલિક પ્રાંતોને સ્પર્શે છે, માટે આ બ્રાન્ડનો ચેહરો બનવા માટેનો તે શ્રેષ્ઠ વિકલ્પ છે. વધુમાં, પોતાના મંચ પર અનોખા કન્ટેન્ટ ક્રિએશન માટે ચિંગારી વધુ સારા ટૂલ્સ ધરાવનાર ક્રિએટર્સ પ્રદાન કરવાનું લક્ષ્ય રાખે છે.