સિત્તેરના દાયકામાં જેની બોલબાલા હતી એવી અભિનેત્રી શશીકલાએ આજે 94 વરસની ઉંમરે આજે (રવિવારે) બપોરે બાર વાગ્યે છેલ્લા શ્વાસ લીધાં હતાં. તેમણે લગભહગ સો જેટલી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે લાંબા અરસાથી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથઈ દૂર રહ્યાં હતાં. મહારાષ્ટ્રિયન પરિવારમાં જન્મેલાં શશીકલાનું પૂરૂં નામ શશીકલા જાવલકર હતું.
શશીકલાનો જન્મ 4 ઓગસ્ટ 1932મા સોલાપિર ખાતે થયો હતો. શશીકલાએ એની જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોયા હોવા છતાં એમનું બાળપણ ઘણું સારૂં વીત્યું. શશીકલાના પિતા મોટા ઉદ્યોગપતિ હતિ. તેઓ છ ભાઈ-બહેન હતાં.
શશીકલા પાંચ વરસની હતીત્યારથી જ ડાન્સ, અભિનય અને ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. પિતાએ ધાધામાં ભારે નુકસાન જતા પૂરો પરિવાર સોલાપુર છોડી કામધંધાની શોધમાં મુંબઈ આવ્યો. એ સમયે શશીકલા સાત વરસની હતી. મુંબઈ આવ્યાય બાદ શશીની ઓળખાણ નૂરજહાં સાથે થઈ અને પીઢ અભિનેત્રીએ શશીકલામાં રહેલી કળાને પારખી લીધી. તેમણે શશીકલાને તેમના પતિ શૌકત રિઝવીની ફિલ્મ ઝીનતમાં કામ અપાવ્યું. ત્યાર બાદ જુગનુ સહિત ત્રણ-ચાર ફિલ્મોમાં મહિનાના 400 રૂપિયાના પગારે કામ કર્યું. ત્યાર બાદ એ સમયના જાણીતા નિર્માતા પી.એન. અરોરા, અમિયા ચક્રવર્તી અને વી. શાંતારામનું શશીકલા તરફ ધ્યાન ગયું. 1953માં શાંતારમે શશીકલાને તીન બત્તી ચાર રસ્તામાં કામ આપ્યું. વીસ વરસની હતી ત્યારે શશીકલાએ કે.એલ સાયગલના કુટુંબીજન એવા ઓમપ્રકાશ સહગલ સાથે લગ્ન કર્યાં. તેમને બે પુત્રીઓ છે.
શશીકલાની ડાયલોગ ડિલિવરીની સ્ટાઇલની સાથે ભ્રુકુટી અને આંખો નચાવી અભિનય કરવાની સ્ટાઇલ પર અનેક યુવાનો ફિદા હતા. અને એની આ સ્ટાઇલને કારણે ખલનાયિકા તરીકે જબરી ખ્યાતિ મેળવી. બૉલિવુડના એના જમાનાના લગભગ તમામ મોટા નિર્માતા-દિગ્દર્શક સાથે કામ કરી ચુકેલી શશીકલાએ સોથી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ હતું. ઉપરાંત પ્રાદેશિક ભાષાની ફિલ્મો અલગ.
એની જાણીતી ફિલ્મોમાં નૌ દો ગ્યારહ, કાનૂન, જંગલી, હરિયાલી ઔર રાસ્તા, અનપઢ, યે રાસ્તે હૈ પ્યાર કે, વક્ત, દેવર, અનુપમા, નીલકમલ, તીન બહુરાનિયાં, હમજોલી, સરગમ, ક્રાંતિ, રૉકી, બાદશાહ, કભી ખુશી કભી ગમ, ચોરી ચારી (2003) જેવી અનેક ફિલ્મો કરી હતી. તેમની છેલ્લી ફિલ્મ હતી 2005માં આવેલી પદ્મશ્રી લાલુપ્રસાદ યાદવ. ફિલ્મો ઉપરાંત શશીકલાએ ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. 2007માં ભારત સરકારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા યોગદાન બદલ પદ્મશ્રી અવૉર્ડથી નવાજ્યાં હતાં. ઉપરાંત તેમને વી. શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવૉર્ડ પણ એનાયત કરાયો હતો.
ઘણાને ખ્યાલ નહીં હોય, પણ શશીકલાએ એક ગુજરાતી ફિલ્મ પણ કરી હતી. 1963માં આવેલી દિગ્દર્શક દિનેશ રાવલની ફિલ્મ સત્યવાન સાવિત્રીમાં કામ કર્યું હતું. તેમના સહકલાકારો હતા મધુ પ્રકાશ, સપ્રુ, જીવન અને મહેશ દેસાઈ.