જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એ અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ અને અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ રનવે 34નું મોશન પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરાયું છે. સત્યઘટનાથી પ્રેરિત અને રનવે 34નું નામ પહેલાં મે ડે રાખવામાં આવ્યું હતું. અજય દેવગણ અને અમિતાભ બચ્ચને ફિલ્મના તેમના લૂકની સાથે ટીઝર તેમના સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું હતું. જેમાં અમિતાભ અને એના વૉઇસ ઑવરમાં તેમણે યાત્રિઓની સુરક્ષાને જોખમમાં મુકવા અંગે સવાલ કર્યો હતો. બિગ બી કહે છે કે, અગર, મગર, શાયદ, લેકિન. અપને 150 યાત્રિઓં કી સલામતી ચાર શબ્દો પર છોડ દી.
જ્યારે બીજા પોસ્ટરમાં અજય દેવગણ પોતાની બાજુની રજૂઆત કરે છે. અભિનેતાના અવાજમાં સંભળાય છે, હર હાદસે કે દો પહલું હોતે હૈ. ક્યા હુઆ ઔર કૈસે હુઆ? ક્યા ઔર કૈસે કે બીચ મેં જો દાયરા હૈ, સચ વહી છીપા હુઆ હૈ. મોશન પોસ્ટર રિલીઝ કરવાની સાથે અજયે કેપ્શનમાં લખ્યું હતું, બ્રેસ ફૉર ઇમ્પેક્ટ…#રનવે 34 ઑન એપ્રિલ 29.
ઍક્શન-થ્રિલર ડ્રામામાં અજય દેવગણ એક પાયલટ તરીકે અને રકુલ પ્રીત સિંહ કૉ-પાયલટ તરીકે જોવા મળશે. સત્ય ઘટના પરઆધારિત રનવે 34ના પોસ્ટરમાં લખ્યુ છે, સચ્ચાઈ, જમીન સે 35,000 હજાર ફીટ ઉપર છીપી હૈ.
રનવે 34માં અજય દેવગણ અને અમિતાભ બચ્ચન મેજરસાબ, ખાખી, સત્યાગ્રહ અને હિન્દુસ્તાન કી કસમ બાદ ફરી સાથે જોવા મળશે. અજય દેવગણના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મમાં બોમન ઇરાની, અંગિરા ધર, આકાંક્ષા સિંહ, કેરી મિનાટી પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. બોમન ઇરાની ફિલ્મમાં ઍર લાઇન્સના માલિકની ભૂમિકામાં છે.
અજય દેવગણ એફ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ઍક્શન-થ્રિલરના સહ નિર્માતા છે કુમાર મંગત પાઠક, વિક્રાંત શર્મા, સંદીપ હરીશ કેવલાની, તરલોક સિંહ જેઠી, હસનૈન હુસૈની અને જય કનોજિયા. 29 એપ્રિલ, 2022ના રનવે 34 રિલીઝ થઈ રહી છે.
ટીઝર જોવા નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો