છેલ્લા દસ વરસથી આયોજિત થતા ન્યુઝમેકર્સ અચીવર્સ ઍવોર્ડ એવી વ્યક્તિઓને અપાય છે જેમણે એમના ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હોય. આ વરસે આયોજિત ઍવોર્ડ ફંક્શનમાં આશા ભોસલે, મૌસમી ચેટર્જી અને પંડિત અજય પોહનકરને લાઇફટાઇમ ઍવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ન્યુઝમેકર્સ એચીવર્સ ઍવોર્ડનું આયોજન કરી રહેલાં ગ્રુપ એડિટર વૈદેહીએ જણાવ્યું કે તેઓ છેલ્લા દસ વરસથી ઍવોર્ડ ફંક્શનનું આયોજન કરે છે અને એવી વ્યક્તિને સન્માનિત કરે છે જેમણે પોતાના ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હોય.

લાઇફટાઇમ અચીવમેન્ટ ઉપરાંત રાજ કૌશલ (શ્રેષ્ઠ દિગ્દર્શક), રાજેશ શ્રૃંગારપુરે (શ્રેષ્ઠ અભિનેતા-મરાઠી), છાયા કદમ (શ્રેષ્ઠ અભિનેત્રી-મરાઠી), ગીતા કપૂર (ડાન્સ માસ્ટર), અંકિતા લોખંડે (શ્રેષ્ઠ અભિનેત્રી), કીકુ શારદા (બેસ્ટ કૉમેડિયન) સહિત અન્યોને ન્યુઝમેકર્સ ઍવોર્ડ એનાયત કરાયા હતા.

આ પ્રસંગે અંકિતા લોખંડેએ જણાવ્યું કે, મારી પહેલી ફિલ્મ મણિકર્ણિકા માટે મને ઍવોર્ડ મળ્યો છે. અને મને આનંદ છે કે દર્શકોને મારૂં કામ પસંદ પડ્યું. જ્યારે આશા ભોસલેએ જણાવ્યું કે મારા માટે દરેક ઍવોર્ડ ખાસ હોય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here