ડીઆઈવિડા પિક્ચર્સ બેનર હેઠળ બનેલી નિર્માતા વિકાસ કપૂર અને સાર્થક કપૂરની નવ રસથી ભરપુર નવી સિરિયલ 5 મેથી દંગલ ટીવી ચૅનલ પર શરૂ થઈ રહી છે. એક કલાકનો આ શો દર રવિવારે બપોરે 1 વાગ્યે પ્રસારિત થશે. એના દરેક એપિસોડમાં એક નવી વાર્તા હશે જે નવ રસમાંના કોઈ એક રસ જેમકે – શ્રૃંગાર, કરૂણા, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદભુત, શાંત અને ભક્તિ પર આધારિત હશે. શોમાં રહસ્ય, રોમાંચ અને પુનર્જન્મની વાર્તાઓને ખાસ ઉમેરવામાં આવી હોવાથી દર્શકોને એક અલગ અનુભવ કરાવશે.

આ શો ખાસ એટલા માટે છે કે લગ્ન બાદ શાલિની કપૂર પહેલીવાર એના પતિ રોહન કપૂર સાથે સ્ક્રીન શૅર કરી રહી છે.

ઉત્તર પ્રદેશના કાનપુરથી મુંબઇ આવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના નામનો સિક્કો જમાવનાર ધાર્મિક સિરિયલોના બેતાજ બાદશાહ વિકાસ કપૂર અચાનક ઉસ રોઝના લેખક અને નિર્માતા છે. તેમણે ઑમ નમઃ શિવાય, શ્રી ગણેશ, શોભા સોમનાથ કી, જય સંતોષીમા, મન મેં હૈ વિશ્વાસ, સાઈ ભક્તો કી સચ્ચી કહાનિયાં જેવી અનેક સુપરહિટ સિરિયલો લખી છે. ઉપરાંત સાઈ કી આત્મકથા, કુંડલિની જાગરણ જેવાં પુસ્તકો પણ લખ્યા છે. આમ તો વિકાસ કપૂર તેમની યુ-ટ્યુબ ચૅનલ સાયન્સ ઍન્ડ હિન્દુઇઝમના માધ્યમ થકી દર્શકો સાથે જોડાયેલા છે.

તેમના નવા શો અંગે વિકાસ કપૂર કહે છે કે, એક નવો પ્રયોગ છે જે અમે દંગલ ટીવી ચૅનલના મેનેજિંગ ડિરેક્ટર મનીષ સિંઘલના સૂચનને પગલે કર્યો છે. શોના દરેક એપિસોડમાં દર્શકોને કંઇક નવું અને હટકે જોવા મળશે. હંમેશા કંઇક નવું દર્શાવવાની કોશિશ કરતી હોવાથી દંગલ ચૅનલ ટીઆરપી રેટિંગમાં બીજી અનેક ચૅનલો કરતા આગળ છે.

ડીઆઈવિડા બેનર હેઠળ બની રહેલા શો અચાનક ઉસ રોઝના નિર્માતા છે વિકાસ કપૂર અને સાર્થક કપૂર, દિગ્દર્શક રાજીવ ભનોટ અને નંદ પી. કુમાર, ક્રિએટિવ પ્રોડ્યુસર શરદ મહેતા અને ક્રિએટિવ હૅડ મંજિલ શ્રીવાસ્તવ છે. સંગીતકાર સુનીલ પટની અને લેખક વિકાસ કપૂર છે. શોના મુખ્ય કલાકારો છે અપરા મહેતા, શાલિની કપૂર, રોહિત કપૂર, રૂદ્ર સોની, કે કે શુક્લા, ટ્વિન્કલ વશિષ્ઠ, મીત મુખી, અજય મેહરા તથા અન્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here