નેટફ્લિક્સ ઇન્ડિયાએ શોર્ટ ફિલ્મ વર્કશોપ અને કોમ્પિટિશન ટેક ટેન જાહેર કરી છે, જેનો ઉદ્દેશ ભારતમાં વિવિધ પૃષ્ઠભૂમિઓમાંથી વિકસતાં ફિલ્મનિર્માતાઓને શોધવાનો અને તેમને ટેકો આપવાનો છે. આના ભાગરૂપે 10 ફિલ્મ ફિલ્મ નિર્માતાઓને આ રચનાત્મક ઉદ્યોગમાં શ્રેષ્ઠ ગણાતા લોકો દ્વારા આયોજિત વર્કશોપમાં સામેલ થવાની અને પછી તેમને 10,000 ડોલરની ગ્રાન્ટ સાથે સંપૂર્ણપણે ફંડ આપીને શોર્ટ ફિલ્મ બનાવવાની તક પ્રદાન કરવામાં આવશે. આ ફિલ્મો નેટફ્લિક્સની ઇન્ડિયા યુટ્યુબ ચેનલ પર પ્રદર્શિત કરવામાં આવશે.
ટેક ટેનને નેટફ્લિક્સ ફંડ ફોર ક્રિએટિવ ઇક્વિટી દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે, જે પાંચ વર્ષ માટે દર વર્ષે 100 મિલિયન ડોલરની પ્રતિબદ્ધતા ધરાવે છે, જેનો ઉદ્દેશ દુનિયાભરના તમામ કાર્યક્રમો દ્વારા ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં સફળતા મેળવવા માટે ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા સમુદાયોને ટેકો આપવાનો છે.
નેટફ્લિક્સના એપીએસીના એક્ષ્ટર્નલ અફેર્સના હેડ એમી સેવિટ્ટા લીફેવરેએ કહ્યું હતું કે, “અમને ભારતમાં શોર્ટ ફિલ્મ વર્કશોપ અને કોમ્પિટિશન ‘ટેક ટેન’ શરૂ કરવાની ખુશી છે, જે ભારતમાં કોઈ પણ જગ્યાએ પોતાની સ્ટોરી કહેવા આતુર ફિલ્મનિર્માતાઓને તક આપશે. નેટફ્લિક્સના ફંડ ફોર ક્રિએટિવ ઇક્વિટી દ્વારા સપોર્ટેડ ‘ટેક ટેન’ શો દર્શાવે છે કે, ઉત્કૃષ્ટ સ્ટોરી કોઈ પણ જગ્યાએથી મળી શકે છે અને આ ઉદ્યોગમાં કેટલાંક શ્રેષ્ઠ પાસેથી તાલીમ મેળવવા ફિલ્મનિર્માતાઓને નવી તકો ઊભી કરશે.”
આ કાર્યક્રમનું નેતૃત્વ કરનાર જાણીતા ફિલ્મ વિવેચક, લેખિકા અને ફિલ્મ કમ્પેનિયનના એડિટર અનુપમા ચોપરાએ કહ્યું હતું કે, “ટેક ટેન સ્ટોરી કહેવા અને ઓરિજિનાલિટીની ઉજવણી છે. વર્કશોપ અને કોમ્પિટિશનનો ઉદ્દેશ ભારતમાં કેમેરા સામે અને એની પાછળ વિવિધતાસભર અવાજને દર્શાવવાનો અને સર્વસમાવેશક બનાવવાનો છે. મને આશા છે કે, ટેક ટેન સમગ્ર ભારતમાંથી કલાકારોને તેમના પગ જમાવવા અને ઊંચી ઉડાન ભરવા માટે સક્ષમ બનાવશે.”
ટેક ટેન માટે અરજી કરવાના નિયમો:
- ભારતમાં કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે
- સામેલ થવાને ફક્ત બે માપદંડ છેઃ અરજદાર ભારતના નાગરિક કે રહેવાસી હોવા જોઈએ અને ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ
- www.taketen.in પર 7 ફેબ્રુઆરી, 2022ના રોજ રજિસ્ટ્રેશન શરૂ થશે. પ્રવેશ મેળવવા અરજદારોએ વિષય ‘માય ઇન્ડિયા’ને આધારે બે મિનિટની ફિલ્મ સબમિટ કરવી પડશે, જે તેમના ફોન પર શૂટ કરેલી હોવી જોઈએ અને ફિલ્મનિર્માતા તરીકે તેમને પ્રસ્તુત કરે એવી હોવી જોઈએ. વહેલા એ પહેલાના ધોરણે અરજીની સમીક્ષા થશે.
- પસંદ થયેલા સહભાગીઓને તેમના શોર્ટ ફિલ્મના વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવાની સાથે તેમને લેખન, નિર્દેશન, નિર્માણ અને એવોર્ડવિજેતા પ્રતિભા પાસેથી શીખવાની તક પણ મળશે, જેમાં અભિષેક ચૌબે, હંસલ મહેતા, જુહી ચતુર્વેદી, નીરજ ઘૈવાન અને ગુનીત મોંગા સામેલ છે.
- કેમેરાની પાછળની સર્વસમાવેશકતા કેમેરાની સામે સર્વસમાવેશકતા તરફ દોરી જશે. ટેક ટેનનો ઉદ્દેશ રચનાત્મક ઉદ્યોગને વધારે સર્વસમાવેશક બનાવવાની સાથે સ્ટોરી કહેનારની યુવા પેઢીને તેમની સ્ટોરી મારફતે તેમના વિચારો અને અવાજ રજૂ કરવા એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.