ચૂંટણી  પૂર્વે વિવેક ઓબેરૉય નરેન્દ્ર મોદીની બાયોપિક બનાવી રિલીઝ કરવા માગતા હતા પરંતુ વિરોધ પક્ષોને કારણે એ શક્ય ન બન્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ખુદ વિવેક ઓબેરૉયએ ભજવી હતી. હવે ભોજપુરીમાં પણ મોદીની બાયોપિક બની રહી છે. અને આ બાયોપિક બીજું કોઈ નહીં પણ ભોજપુરીના સુપરસ્ટાર અને ભાજપના સાંસદ રવિ કિસન બનાવી રહ્યા છે.

અભિનેતા અને રાજનેતા તરીકે પણ લોકોની ચાહના મેળવનાર રવિ કિસનનું કહેવું છે કે તેઓ હવે એવી ફિલ્મ બનાવવા માંગે છે જે સમાજને મેસેજ આપતી હોય.

રવિ કિસને પટનામાં આયોજિત એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતના વડનગરથી વાર્તાની શરૂઆત થશે જેમાં દર્શાવાશે કે એક ચાવાળો આ સ્થાને કેવી રીતે પહાંચ્યો. આજે એમનો પરિવાર કેટલી સાધારણ જિંદગી જીવે છે. રવિ કિસને સોમવારે ભોજપુરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બાયોપિક બનાવવાની એની યોજનાની જાહેરાત કરી હતી.

રવિએ જણાવ્યું કે, વડાપ્રધાનનું વ્યક્તિત્વ, કાર્ય પદ્ધતિ અને જે રીતે દેશને તેમની ઉપર રાખે છે એનાથી મને પ્રેરણા મળે છે. તેમના જેવો નેતા હજુ સુધી કોઈ પેદા થયો નથી.

અગાઉ વડાપ્રધાનની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદી નામે બની હતી જે ૨૪ મે ૨૦૧૯ના રિલીઝ થઈ હતી. ઓમંગ કુમાર દિગ્દર્શિત ફિલ્મમાં વિવેક ઓબેરૉય ઉપરાંત ઝરીના વહાબ અને બરખા બિસ્ત સેનગુપ્તાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here