દિવ્યા ફિલ્મ્સ ક્રિએટિવ્સનાં પ્રબસિમરન સંધુએ મહેમાનો અને બંને ફિલ્મના ક્રુ મેમ્બર્સની ઉપિસ્થતિમાં રોમાન્ટિક ફિલ્મ માહી અને હૉરર ફિલ્મ સીઝરના પોસ્ટરને લૉન્ચ કર્યું હતું. જે.ડબલ્યુ મેરિયટમાં યોજાયેલી ઇવેન્ટમાં ફિલ્મના દિગ્દર્શક વિક્રમ સંધુએ જણાવ્યું કે છેલ્લા એક વરસથી અમે ફિલ્મની વાર્તા પર કામ કરી રહ્યા હતા. અમારે ફિલ્મના નિર્માણમાં કોઈ બાંધછોડ કરવી નથી. એટલા માટે અમે હંગેરીના વર્જિન લોકાલ્સમાં ફિલ્મનું શૂટિંગ કરવાના છીએ. જ્યાં અમે એક-બે કેસલ જોયા છે જે અમારી હૉરર ફિલ્મ સીઝર માટે શ્રેષ્ઠ  લોકાલ્સ છે.

માહીનું શૂટિંગ પણ હંગેરીમાં જ કરવાનું વિચારી રહ્યા છીએ. હા, હાલ તુરત અમે પૂરૂં ધ્યાન કાસ્ટિંગ પર આપી રહ્યા છીએ કારણ, આવતા મહિને અમે શૂટિંગનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. એ સાથે તેમણે ઉમેર્યું કે અમે બંને ફિલ્મોનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ કરીશું. શૂટિંગ હંગેરી ઉપરાંત ભારતમાં કરાશે.

ફિલ્મ પોસ્ટર લૉન્ચિંગ ઇવેન્ટમાં હંગેરીના કૉન્સલ જનરલ ફેરેન્ક જૅરી અને ડેપ્યુટી હેડ ઑફ મિશન કૉન્સલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત પંજાબી અભિનેતા ગગન સંધુ, હિતેન તેજવાની, વિવાન ભતેના, નાસિર ખાન, અનસ ખાને ઇવેન્ટની શોભા વધારી હતી. આ પ્રસંગે હિતેન તેજવાનીએ જણાવ્યું કે વિક્રમે મને કહ્યું છે કે તુ મારી ફિલ્મ કરી રહ્યો છે. પણ આ બેમાંથી હું કઈ ફિલ્મ કરી રહ્યો છું એની મને જાણ નથી. દરમ્યાન તમને રોમાન્ટિક ફિલ્મ કરવી ગમશે કે હૉરર? પ્રશ્નના જવાબમાં હિતેને કહ્યું કે સસ્પેન્સ થ્રિલર અને હૉરર જૉનર મને ઘણા પસંદ છે. અને આશા રાખું છું કે વિક્રમ મને હૉરર ફિલ્મ માટે પસંદ કરે.

માહી અને સીઝરમાં કલાકારો કોણ છે પૂછતા વિક્રમે જણાવ્યું કે જો આજે જ બધુ કહીશ તો તમે પાછુ પ્રિન્ટ નહીં કરો. થોડા દિવસ રાહ જુઓ ૨૮ તારીખે તમને બધી જાણ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here