શિવાની રાજપુત એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રસ્તુત યુ.આઈ ફિલ્મ્સની ગુજરાતી ફિલ્મ પ્રોડક્શન નંબર વનનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યુ છે. ગુજરાત અને કચ્છના વિવિધ લોકોશન પર ફિલ્માનારી ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક છે ખુશરૂ ટંડેલ.
ફિલ્મની વાર્તા અને સંવાદો પણ ખુશરૂ ટંડેલે જ લખ્યા છે. ફિલ્મ અંગે ખુશરૂ ટંડેલ જણાવે છે કે ફિલ્મ જોતી વખતે દર્શકો હૈયાનો ધબકારો ચુકી જાય એટલી જબરજસ્ત અમારી હૉરર થ્રિલર ફિલ્મની વાર્તા છે. અમારી ફિલ્મ હૉરર ભલે હોય પણ એમાં એક પણ કદરૂપો ચહેરો જોવા નહીં મળે. પળે પળે વાર્તા એવો વળાંક લેતી જાય છે કે દર્શકોના કુતુહલમાં વધારો થતો રહેશે. ટૂંક સમયમાં અમે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી રહ્યા છે અને ગુજરાત તથા કચ્છના નયનરમ્ય લોકેશન પર એ ફિલ્માવવામાં આવશે. અમારી આ પહેલી ફિલ્મ છે જોકે અમે હજુ ફિલ્મનું ટાઇટલ નક્કી કર્યું નથી, પણ આ પ્રકારની ફિલ્મ પહેલા કદી ગુજરાતના દર્શકોએ જોઈ નહીં હોય.
ફિલ્મમાં વિકાસ સૈની, કોમલ રાજપુત, જિગ્નેશ, સુદેશ કુમાર, વિકાસ ચૌહાણ, ખુશી પરમાર, સુદર્શન, ધર્મેન્દ્ર સિંહ, ધીરેન્દ્ર સિંહ ઉપરાંત નવોદિત અને અનુભવી કલાકારોનો સુભગ સમન્વય જોવા મળશે. ફિલ્મની પ્રોડક્શન ટીમમાં છે શિવાની રાજપુત, સુમિત અને અખિલ. જ્યારે ક્રિએટિવ ડિઝાઇનર છે જિતેન પરીખ.