લૉકડાઉન દરમ્યાન કરણ જોહર ફૅમિલી સાથે મોજમસ્તી કરી રહ્યો છે અને એની વાત્યું એ અવારનવાર સોશિયલ મીડિયા પર આપતો રહે છે. એના બાળકો સાથેના ઘણા વિડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. હવે કરણે પોતાની સફેદ વાળવાળી એક સેલ્ફી અપલોડ કરવાની સાથે લખ્યું હતું કે એ પિતાનું પાત્ર ભજવવા તૈયાર છે. આ પોસ્ટ પર અનેક સેલિબ્રિટીઝે મજેદાર જવાબ આપ્યા છે.

કરણે જે ફોટો અપલોડ કર્યો છે એમાં પ્રૌઢ દેખાય છે. એ સાથે આપેલા મજેદાર કેપ્શનમાં કરણે લખ્યું હતું કે, મને ખબર છે કે મારી એક્ટિંગ હાલના વાઇરસ કરતા પણ ભયાવહ હતી પરંતુ સેકન્ડ ચાન્સની અપેક્ષા કરવામાં કંઈ ખોટું પણ નથી. એણે વધુમાં લખ્યું હતું કે જે કોઈ ફિલ્મ મેકર જોખમ લેવા તૈયાર છે એમને માટે કરણ પિતાનું પાત્ર ભજવવા માટે ઉપલબ્ધ છે.

કરણની પોસ્ટ પર અનેક મજેદાર કૉમેન્ટ્સ આવી છે. ક્રીતિ સેનને લખ્યું હતું, પર્ફેક્ટ પાઉટની સાથે પિતા. તો અનિલ કપૂરે કૉમેન્ટ કરી કે, શું કામ મારા પેટ પર લાત મારી રહ્યો છે…

જ્યારે ટેલિવુડની ક્વીન એકતા કપૂરે પણ કરણને મજેદાર જવાબ આપ્યો છે. એકતાએ લખ્યું હતું, મારી એક સિરિયલ ચાલી રહી છે. રિષભ બજાજના વાળ પણ સફેદ છે અને એ હૉટ પણ છે. અમે અવારનવાર ચહેરો બદલતા રહીએ છીએ. પ્લીઝ, ટીવી પર આવો. અહીં ખુશ કરવું આસાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here