ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી કોમલ ઠક્કર પહોંચી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ધીરી પણ મક્કમ ગતિએ દેશ – વિદેશમાં ખ્યાતિ મેળવી રહી છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ઢોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કોમલ ઠક્કરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ વૉક કરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
મૂળ કચ્છની કોમલ ઠક્કરે અનેક ગુજરાતી ફિલ્મ ઉપરાંત હિન્દીમાં પણ પોતાની અભિનય પ્રતિભાથી દર્શકોનાં દિલ જીત્યાં છે.
ગુજરાતી ફિલ્મ ફ્રેટરનિટીની એક અભિનેત્રીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વૉક કરતાં આજે સમગ્ર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ કોમલની આ સિદ્ધિને પગલે ગૌરવ અનુભવે છે.