કોલકાતા ખાતે હૃદયરોગને કારણે ૫૩ વરસની વયે ચાહકોને કર્યું અલવિદા
બોલીવુડના પણ ખ્યાતનામ ગાયક કેકે એટલે કે કૃષ્ણ કુમાર કુન્થનું આજે ત્રેપન વર્ષની વયે નિધન થયું હતું. તેઓ કોલકાતા ખાતે એક કૉલેજની કોન્સર્ટમાં પર્ફોર્મ કર્યા બાદ હોટેલ જઈ રહ્યા હતા ત્યારે બેભાન થઈ જતા હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. કેકેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
જિંગલ્સથી કરિયરની શરૂઆત કરનાર કેકે બોલીવુડના એવા પ્રતિભાશાળી ગાયક હતા જેમણે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓમાં અનેક ગીતો ગાયા હતા. નેવુંના દશકામાં ગાયેલું તેમનું યારો આજે પણ લોકો ભૂલ્યા નથી.
તેમણે ગયેલા ઇટ્સ ધ ટાઈમ ટુ ડિસ્કો અને કોઈ કહે કહેતા રહે જેવા ડાન્સ નંબર હોય કે તડપ તડપ કે ઈસ દિલ સે જેવું વિરહ ગીત, કેકે કોઈ પણ ગીતને એના સુરીલા અવાજના જાદૂથી શ્રોતાને મોહી લેતા.