ફૅશન ટીવી સ્કૂલ ઑફ પર્ફોર્મિંગ આર્ટસ દ્વારા ત્રણ અલગ-અલગ વય કેટેગરીમાં એટલે કે 3 થી 6, 7 થી 9, 10 થી 16 માટે પ્રિન્સ ઍન્ડ પ્રિન્સેસ અમદાવાદના ટાઇટલ માટેની ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 માર્ચે આયોજિત ઑડિશન રાઉન્ડમાં પસંદગી પામેલાઓ વચ્ચે ગ્રૅન્ડ ફિનાલે યોજાઈ હતી. મહત્વાકાંક્ષી નાની મૉડલોને Ftv સ્કૂલ ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સ, અમદાવાદ ખાતે “ભારતીય વંશીય શૈલી” ની વિશેષ થીમ સાથે તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી હતી. સમર દેશપાંડે અને કનિકા ભગતિયાએ 3-6 વય જૂથમાં પ્રિન્સ અને પ્રિન્સેસ અમદાવાદ, 7-9 વય જૂથમાં દેવાંશ સંઘાણી અને ક્યારા પંચાલ, 10-16 વય જૂથમાં નાતિક સિધવાણી અને ઝીઝલ પટેલે ખિતાબ જીત્યો હતો.
મુખ્ય મહેમાનો ભાવિષા ઉપાધ્યાય (વિજયનગર હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલ) અને અનિતા બઘેલ (જીઆઈઆઈએસ સ્કૂલનાં પ્રિન્સિપાલ)એ આ સુપર બાળકોને રૅમ્પ વૉક, સ્ટાઈલિંગ સહિતની વિવિધ પર્ફોર્મન્સના માપદંડોના આધારે જજ કર્યા હતા.
Ftv સ્કૂલ ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સ, અમદાવાદ સિનેમા, ફોટોગ્રાફી, એડવર્ટાઈઝમેન્ટ અને પીઆર, ઈવેન્ટ મેનેજમેન્ટ, ફૅશન મેનેજમેન્ટ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ વગેરે જેવા બહુવિધ અભ્યાસક્રમોમાં ઉમેદવારોને તાલીમ આપવા માટે જાણીતી છે.