કોરોનાનો કેર દુનિયામાં ચારેકોર ફેલાયો છે ત્યારે હૉલિવુડની જેમ બૉલિવુડ પણ એમાંથી બાકાત રહ્યું નથી. બૉલિવુડ અને ઢોલિવુડના જાણીતા અભિનેતા અને મૂળ સુરતના ફ્રેડી દારૂવાલાના પિતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પાલિકાએ તેમના બંગલાને સીલ કરી દીધો હતો. ફ્રેડીએ જણાવ્યું કે એના પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડૉક્ટરે તેમને આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી છે.

ફ્રેડી દારૂવાલાએ જણાવ્યું હતું કે એના 67 વર્ષના પિતાને તાવની સાથે શરીરમાં કળતર જેવું લાગતું હતું. અમને એમ કે આ સીઝનલ બીમારી હશે એટલે અમે હળવાશથી લીધું. પરંતુ તાવ વધ્યા બાદ કરેલા ચેકિંગમાં કોરોનો પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો. ડૉક્ટરે તેમને આઇસોલેશનમાં રાખવાની સલાહ આપી હતી. ફ્રેડીએ જણાવ્યું કે અમારા બંગલામાં ઘણા રૂમો છે એટલે હૉમ આઇસોલેશનમાં રાખવામાં કોઈ તકલીફ નહીં પડે.

ફ્રેડીએ બે ગુજરાતી ફિલ્મો રચનાનો ડબો અને સૂર્યાંશ કરી છે. ફ્રેડીએ અક્ષય કુમાર સાથે હૉલિડે ઉપરાંત ફોર્સ-2, રેસ-3, કમાન્ડો-2 જેવી બૉલિવુડની ફિલ્મો પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here