લૉકડાઉનને કારણે ફિલ્મ-ટીવી અને નાટ્ય ઇન્ડસ્ટ્રી આર્થિક નુકસાની સહન કરી રહી છે. અને ટીવી શો પર એની ચપેટમાં આવ્યા છે. અનેક સિરિયલ ક્લાઇમેક્સ ઑન એર આવે એ અગાઉ જ બંધ થઈ છે. આ યાદીમાં ઓર એક નામ ઉમેરાયું છે.

સ્ટાર ટીવી પર પ્રસારિત થતા દિલ જૈસે ધડકે ધડકને દો લૉકડાઉનને કારણે ઑફએર કરાયો છે. જોકે આ શો બંધ થવાથી સૌથી વધુ આઘાત તો યે ઉન દિનોં કી બાત હૈ ફૅમ કલાકાર આશી સિંહને લાગ્યો છે. હકીકતમાં આ શોથી આશી સિંહ કમબેક કરવાની હતી. પણ એની એન્ટ્રી થાય એ અગાઉ જ શો બંધ થઈ ગયો. આને કારણે આશી ઘણી નિરાશ થઈ છે.

શો બંધ થયા બાદ આશીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, સાચું કહું તો મને આઘાત નથી લાગ્યો કારણ મને ખબર છે કે સિરિયલ અચાનક બંધ થઈ છે. પરંતુ દુખની વાત એ છે કે હું શોનું શૂટિંગ કરી ન શકી. નવા શોમાં કામ કરવા અંગે હું ઘણી ઉત્તેજીત હતી. મને શોની વાર્તા ઘણી પસંદ પડી પણ દુર્ભાગ્યે શો બંધ કરવો પડ્યો.

દિલ જૈસે ધડકે ધડકને દોમાં લીપ બાદ આશી સિંહની એન્ટ્રી થવાની હતી. 15 માર્ચથી શૂટિંગ શરૂ કરવાની હતી પણ એ સમયગાળા દરમ્યાન જ કોરોનાએ કેર વર્તાવાનું શરૂ કરતા શૂટિંગ બંધ કરવાની જાહેરાત થઈ. અને પછી તો વડાપ્રધાને દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here