24 કલાક જાગતું મુંબઈ હવે 24X7 ધમધમતું રહે એ માટે રાજ્ય સરકારે ખાસ કાયદામાં ખાસ જોગવાઈ કરી છે. હવે માત્ર મુંબઈગરા જ નહીં, દેશ-વિદેશના પર્યટકો ચોવીસે કલાક ખરીદીની સાથે ખાણીપીણીની મોજ માણી શકશે. આનો લાભ અનેક મૉલ્સ, પબ, રેસ્તોરાં વગેરેને થશે. મુંબઈની નાઇટ લાઇફ લોકો મોજથી માણી શકે એ માટે સંતોષ પુતરન, અરવિંદ શેટ્ટી અને ધનંજય નાઇકે બ્રાન્ડ ન્યૂ હૅપી બ્રુઇંગ પબ લૉન્ચ કર્યો છે. અહીં મોજ માણવા આવનારાઓને વિવિધ ફ્લેવરના ક્રાફ્ટ બિયરની સાથે સ્વાદના શોખીનો માટે મોંમાં પાણી આવી જાય એવું ડેલિશિયસ ફૂડ પણ ઉપલબ્ધ છે. નાઇટલાફના નવા ડેસ્ટિનેશનના લૉન્ચિંગ અવસરે શ્રેયસ તલપડે, ઝોયા અફરોઝ, સંતોષ શુક્લા, મોનિકા બેદી, કવિતા કૌશિક, ઇશિતા વ્યાસ, અવંતિકા ખત્રી સહિત અનેક સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી.

હૅપી તમારી હૅપ્પીનેસ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરી છે. અહીં તમને મળશે ખાસ બેસાડવામાં આવેલી ખાસ ટેક્નોલૉજી થકી બ્રુહાઉસથી સીધો ચિલ્ડ ક્રાફ્ટ બિયર. આ અત્યાધુનિક બારની મુખ્ય લાઉન્જને બ્રુઇંગ હાઉસનો લૂક આપવામાં આવ્યો છે જ્યાં તમે ફ્રેશ બિયરની મોજ માણી શકો છે. અહીં તમને પૅપી ગૉલ્ડ, હૅપી રાઇઝ, હૅપી રેડ અને હૅપી સિડર જેવા વિવિધ સ્વાદના બિયરની લિજ્જત માણવા મળશે. ઉપરાંત લાઇવ પર્ફોર્મન્સ, અનુભવી મ્યુઝિશિયન અને ડીજે દ્વારા રજૂ  કરાતા ગિગ્સ તમારી સાંજ ઓર મજેદાર બનાવી દેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here