છેલ્લા પચાસ વરસથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હેર સ્ટાઇલિસ્ટ તરીકે કાર્યરત મારિયા શર્મા બૉલિવુડની અનેક હીરોઇનોના સૌંદર્ય નિખારવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. હાલ તમિલનાડુની ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાની બાયોપિક કરી રહેલી કંગનાની હેર સ્ટાઇલ મારિયા કરી રહી છે.

સેટ પર જ્યારે કંગનાને મારિયા શર્માએ ઇન્ડસ્ટ્રીમાં પચાસ વરસ પૂરા કર્યા હોવાની જાણ થઈ કે એણે સેટ પર કેક મગાવી ઉજવણી કરી હતી. મારિયાએ કંગના સાથે ફૅશન ફિલ્મમાં પણ કામ કર્યું હતું. હકીકતમાં કંગનાની કરિયરમાં મારિયાનું પણ મહત્ત્વનું યોગદાન આપ્યુ હતું એમ કહી શકાય. કારણ ફૅશન ઉપરાંત વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ, વોહ લમ્હે સહિતની અનેક ફિલ્મો કરી હતી.

મારિયાએ બૉલિવુડની હેમા માલિની, મનીષા કોઇરાલા, શર્મિલા ટાગોર જેવી અગ્રણી હીરોઇન સાથે કામ કર્યું છે. ઉપરાંત વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ, ફૅશન, કંપની, ફૂલ ઔર કાંટે જેવી ફિલ્મોમાં હેર સ્ટાઇલિસ્ટ તરીકે કામ કર્યું હતું.

જે ફોટો શેર કરવામાં આવ્યો છે એમાં કંગના થલાઇવીના ગેટઅપમાં નજરે પડે છે. બિબરી મોશન પિક્ચર્સ  અને કર્મા મીડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટ બેનર હેઠળ વિષ્ણુ વર્ધન ઇન્દુરી અને શૈલેષ આર. સિંહ દ્વારા નિર્મિત થલાઇવી 26 જૂન 2020ના રિલીઝ થઈ રહી છે.