મહારાષ્ટ્રની વિધાનસભાની 288 બેઠકો માટેનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યમાં ભાજપ-શિવસેનાની મહાયુતિ અને કોંગ્રેસ-એનસીપીના ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો છે. દરમ્યાન બૉલિવુડના સિતારાઓ પણ પોલિંગ બૂથ પર નજરે પડી રહ્યા છે.

બાન્દ્રા ખાતે આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે આવ્યો હતો. પોલિંગ બૂથ બહાર પત્રકારો સાથે વાતચીત કરતી વખતે આમિર ખાને મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

તો હિન્દી-ભોજપુરી અને સાઉથના અભિનેતા તથા ઉત્તર પ્રદેશના ગોરખપુરના ભાજપના સંસદ સભ્ય રવિ કિશન પણ વહેલી સવારે મત આપવા આવ્યો હતો.

તો જાણીતા ફિલ્મ સર્જક કુણાલ કોહલી પણ ટ્રેક સૂટમાં મતદાન કરવા આવ્યા હતા.

જ્યારે મતદાન કરીને બહાર આવેલી આમિર પત્ની કિરણ રાવે વોટિંગ સાઇન દર્શાવતા પોઝ પણ આપ્યા હતા.

બાન્દ્રામાં જ બૉલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત મત આપવા આવી હતી અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દરેક નાગરિકે મતદાન કરી પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બજાવવી જોઇએ.

હાઉસફુલ-4માં મહત્ત્વનું પાત્ર ભજવી રહેલા રિતેશ દેશમુખે એના વતન લાતુર જઈ મતદાન કર્યું હતું.

રિતેશ સાથે પત્ની જેનેલિયા ડિસુઝા અને ઘરના અન્ય સભ્યો પણ વોટિંગ માટે આવ્યા હતા. લાતુરની બેઠક પરથી રિતેશના ભાઈ અમિત દેશમુખ કોંગ્રેસના ઉમેદવાર છે.

બૉલિવુડ અને ખેલજગતનું જાણીતું કપલ લારા દત્તા અને મહેશ ભૂપતિ મતદાન કરવા સાથે આવ્યું હતું. વોટ આપ્યા બાદ પતિ-પત્નીએ વોટિંગ સાઇન દર્શાવતા પોઝ આપ્યા હતા.

તો એક સમયની જાણીતી અભિનેત્રી અને આજની યંગ જનરેશનની ફેવરિટ હીરોઇન શ્રદ્ધા કપૂરની માસી પદ્મિની કોલ્હાપુરેએ પણ સામાન્ય નાગરિકની જેમ મતદાન કરવા લાઇનમાં ઊભી રહી હતી.

તો બૉલિવુડની વીતેલા જમાનાની જાણીતી કૉમેડિયન શુભા ખોટેએ અંધેરીમાં મત આપી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here