મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના ગોરેગાવ ખાતે પ્રસુતિ બાદ તબિયત લથડતા તાત્કાલિક એમ્બ્યુલન્સ ન મળવાને કારણે મરાઠી ફિલ્મોની 25 વર્।ય અભિનેત્રી પૂજા ઝૂંજાર અને એના નવજાત બાળકનું અવસાન થયું હોવાની આઘાતજનક ઘટના બની હતી.

19 ઓક્ટોબરે પૂજાને પ્રસવ પીડા ઉપડતા સાંજે નજદિક આવેલા ગોરેગાંવ પ્રાથમિક કેન્દ્ર ખાતે લઈ જવાઈ હતી. પરંતુ જન્મ આપવા ટાણે જ નવજાત શિશુનું મૃત્યુ થયું. બેહોશ હાલતમાં પડેલી પૂજાને ડૉક્ટરે હિંગોલીની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. એવામાં પૂજાના પતિ વિષ્ણુ ઝૂંજારેએ 108 પર ફોન કરી એમ્બ્યુલન્સ માગી. પરંતુ એમ્બ્યુલન્સ ન મળતા તેમણે 102 પર કોલ કરી નાની એમ્બ્યુલન્સ માંગી પણ કમનસીબે એ પણ ઉપલબ્ધ નહોતી.

જોકે તબિયત વધુ લથડતા પૂજાના પરિવારજનોએ એને હિંગોલી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો. એ માટે તેમણે ખાનગી વાહનને બોલાવ્યું. પરંતુ રસ્તામાં અડધા કલાકમાં જ પૂજાએ અંતિમ શ્વાસ લીધા.

પૂજાના પતિ વિષ્ણુ ઝૂંજાલેનું કહેવું છે કે, મારી પત્ની પૂજાને પ્રસવ પીડા ઉપડ્યા બાદ એની હાલતકથળતા ડૉક્ટરે એને હિંગોલેની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી. ગોરેગામના સ્વાસ્થ્ય કેન્દ્રમાં મુખ્ય ડૉક્ટરપણ હાજર નહોતા. જો સમયસર એમ્બ્યુલન્સ મળી ગઈ હોત તો પૂજાનો જીવ બચી ગયો હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here