સ્મિત વંદન ફિલ્મ પ્રોડક્શન બેનર હેઠળ નિર્મિત અને રાજદીપ દિગ્દર્શિત ફિલ્મ ગુજરાતથી ગોવા ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યુ છે. ટ્રેલર જોઈ લાગી રહ્યું છે કે ફિલ્મમાં શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક જેવા નવેનવ રસને દર્શાવવાનો બખૂબી પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં સૌથી વધુ ધ્યાન જો કોઈ ખેંચતું હોય તો એ છે શક્તિ કપૂર. બૉલિવુડમાં વિલનમાંથી કૉમેડિયન તરીકે નામના મેળવનાર શક્તિ કપૂર ગુજરાતથી ગોવામાં ફરી ખૂંખાર વિલન તરીકે જોવા મળશે.
ફિલ્મનું ટ્રેલર જોઈ એવું લાગી રહ્યુ છે કે ફિલ્મને ભવ્ય બનાવવામાં નિર્માતાઓએ કોઈ કસર છોડી નથી. ફિલ્મ અમીર બાપના બે બિગડેલ સંતાનોની વાત હોય એવું લાગી રહ્યુ છે.
સંક્રાંતના અવસરે (13 જાન્યુઆરી)ના રિલીઝ થઈ રહેલી ગુજરાતથી ગોવામાં આજે આકાશ નગરમાં રાજા બન્યો છે મારો પતંગ… જેવું પતંગ ઉડાડવાના શોખીનો માટે એક મજેદાર ગીત છે. તો ફિલ્મમાં મજેદાર કવ્વાલી, રોમાન્ટિક સૉન્ગની સાથે ધમાકેદાર પાર્ટી સૉન્ગ પણ ટ્રેલરમાં જોવા મળે છે.
સ્મિત વંદન ફિલ્મ પ્રોડક્શન બેનર હેઠળ બની રહેલી ફિલ્મના નિર્માતાઓ છે સ્મિતા બી. બારોટ, ઈન્દિરાબેન એમ. પટેલ, વિનલબેન એસ. પટેલ, વંદના બી. રાવલ, ઈરફાના એફ. હુનાની, ઝમીર ખાન. રાજદીપના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મનું સંગીત શિવમ બાક્ષીનું છે તો ગીતો હેમંત, કેશવ રાઠોડ અને માહિલ પલ્લવીનાં છે. ઍક્શન કૉરિયોગ્રાફી દિલીપ યાદવની છે. કથા-પટકથા-સંવાદ રાજદીપના છે. તો કલાકારો છે શક્તિ કપૂર, અક્ષત ઈરાની, યશ શાહ, શેખર શુક્લા, મીનાક્ષી મણિ, હૃદય સિંહ, તનુ રાઠોડ, સાહિલ ખાન, શાહરૂખ સાદરી, આત્મારામ ત્રિપાઠી, ભરત બ્રહ્મભટ્ટ, સ્મિતા બારોટ, સાવન રાજ, અમી નીમા, અસ્મી રિશાલ, કૌશર મલેક, જાગૃતિ પરીખ, આશિષ સુખડવાલા, રાજુ ભરૂચી, રોબી, ઈમરાન, સમીર ફનાસિયા, રાજીવ પંચાલ, પંકજ પાઠકજી, પ્રવિણ પાનપાટીલ, પ્રકાશ મસાલાવાલા, અકબર ખાન, અસલમ ખાન, રોશની રાઠોડ, કાશ્મીરા સુખડવાલા, વંદના રાવલ અને રાજદીપ
સંક્રાંતના અવસરે ગુજરાતના દર્શકોને એક ધમાકેદાર ફિલ્મ જોવા મળશે એટલું તો નક્કી.
ફિલ્મનું ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.youtube.com/watch?v=ZYp0c8yuN7U