3 શ્યાને નિર્માતા સંજય વાય. સુન્તાનકરની પહેલી ફિલ્મ છે. તેઓ એક એવી ફિલ્મ બનાવવા માગતા હતા જેમાં મનોરંજનની સાથે સામાજિક સંદેશ પણ હોય. ફિલ્મની વાર્તા ત્રણ યુવાનોની છે જેઓ રાતોરાત પૈસાદાર બનવા માગે છે. અને તેમની એ ઇચ્છઆ પૂરી કરવા આડા રસ્તે જાય છે. અને તેમણે કરેલા કુકર્મોની કીમત કેવી રીતે ચુકવવી પડે છે એની વાત ફિલ્મમાં આલેખવામાં આવી છે. ફિલ્મ 27 મે, 2022ના દેશભરમાં રિલીઝ થઈ રહી છે.
3 શ્યાનેના દિગ્દર્શક અનીસ બરુદવાલા દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે અને ત્યાંના જાણીતા લેખક છે. તેમનું દૃઢપણે માનવું છે કે કૉમેડી ટચ અને સામાજિક સંદેશ આપતી ફિલ્મોને દર્શકો હંમેશ આવકાર આપે છે. અને તેમની ફિલ્મ બંનેનું મિશ્રણ છે. 3 શ્યાનેમાં સસ્પેન્સનો તડકો પણ હોવાથી એ ફિલ્મને વધુ રોચક બનાવે છે.
એસ.એસ.એસ. ફિલ્મ્સ ઇન્ટરનેશનલ-333 બેનર હેઠળ બનેલી આ ફિલ્મ એ.એ. દેસાઈની પરિકલ્પના પર આધારિત છે. ફિલ્મના લેખક-દિગ્દર્શક છે અનીસ બરુદવાલા. દેવ શર્મા, અનુપ્રિયા લક્ષ્મી કટોચ, નિશાંત તંવર, આરતી ગુપ્તા, કુણાલ સિંહ રાજપુત, હર્ષિતા કશ્યપ, ઉપરાંત મુકેશ ખન્ના, ઝરીના વહાબ, પ્રિયાંશુ ચેટર્જી, અર્જુમન મુગલ, ટીકુ તલસાણિયા, રાકેશ બેદી, અસરાની, વ્રજેશ હિરજી, ગૌરી વાનખેડે, બેબી પાખી, ગિરીશ સચદેવા, અભિષેક શર્મા અને હિમાની શિવપુરી અભિનીત ફિલ્મમાં હીના પંચાલ અને અમૃતા માંડવિકર પર બે આઇટમ સૉંગ પણ ફિલ્માવવામાં આવ્યા છે.