પાપા તમને નહીં સમજાયમાં પિતા-પુત્ર વચ્ચેની સમસ્યા, ચીલઝડપ કૉમેડી થ્રિલર અને હવે ફુલલેન્થ કૉમેડી હું મારી વાઇફ અને એનો હસબન્ડ લઈને આવી રહ્યા છે ધર્મેશ મહેતા. ફિલ્મનું શૂટિંગ હાલ પૂરજોશમાં લંડન ખાતે થઈ રહ્યું છે જેમાં વ્રજેશ હિરજી, જૉની લીવર, અનંગ દેસાઈ, જયેશ ઠક્કર, મોનાઝ મેવાવાલા, ઇશા કંસારાની સાથે પહેલીવાર વત્સલ શેઠ ગુજરાતી ફિલ્મના પરદે જોવા મળશે.

ધર્મેશ મહેતાએ મુંબઈથી લંડન પહોંચ્યા અને શૂટિંગ શરૂ કર્યું એના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરી આ વાતની જાણકારી આપી હતી.

ફિલ્મનું નિર્માણ આઇડિયાઝ ધ એન્ટરટેઇન્મેન્ટ કંપની બેનર હેઠળ પરિતોષ પેઇન્ટર અને શાંતારામ માનવે કરી રહ્યા છે. તો ફિલ્મના લેખક છે પરિતોષ પેઇન્ટર અને ચિંતન શાહ. ધર્મેશ મહેતાના જણાવ્યા મુજબ ફિલ્મ ૨૯ નવેમ્બર ૨૦૧૯ના રિલીઝ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here