બૉલિવુડની અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર જબરી ઍક્ટિવ છે. એ સતત એના ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. તાજેતરમાં એણે એક ફોટો શેર કર્યો છે જે હાલ ચર્ચામાં છે. જોકે આ ફોટો શેર કરીને જૅકલીને એક ભૂલ કરી છે.
જૅકલીને એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સફેદ રંગના આઉટફિટમાં એક હૉટ ફોટો અપલોડ કર્યો છે. જો તમે આ ફોટો ધ્યાનથી જોશો તો જૅકલીનનો ડ્રેસ થોડો ફાટેલો દેખાશે. એટલે જૅકલીને ભૂલમાં આ ફોટો શેર કર્યો હશે એવું કહેવાય છે. આમ છતાં તેના ફોટા પર અનેક લાઇક્સ અને કમેન્ટ્સ આવી રહી છે.