કિંજલ દવેએ મુંબઈની લોકલ ટ્રેનમાં અનેક સ્થળે જઈ ગરબા નાઇટ્સમાં આવવાની અપીલ કરીએ છીએ.
બોરીવલીના પ્રીમિયમ કચ્છી ગ્રાઉન્ડ ખાતે યોજાનારી રંગરાત્રિ દાંડિયા નાઇટ્સના પ્રમોશન માટે કિંજલ દવે મુંબઈના વિવિધ સ્થળોએ દાંડિયા પ્રેમીઓને મળવા સિટી ટૂર કરી હતી.
બોરિવલીના વિધાન સભ્ય દ્વારા પ્રસ્તુત અને દૂર્ગાદેવી નવરાત્રિ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત રંગરાત્રિ દાંડિયા નાઇટ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દાંડિયા નાઇટ્સમાં વધુને વધુ મુંબઈગરા આવે એ માટે કિંજલ દવેએ મુંબઈની લોકલ ટ્રેનમાં અનેક સ્થળે જઈ ગરબા નાઇટ્સમાં આવવાની અપીલ કરીએ છીએ.
કિંજલ દવેએ બોરિવલી સ્ટેશને ફિલ્મી એક્શનને જણાવ્યું કે, રંગરાત્રિ દાંડિયા નાઇટ્સમાં નવરાત્રિની ધૂમની સાથે ગીત – ગરબાની રમઝટ બોલાશે. અમે સ્કૂલ, કૉલેજ, ગાર્ડન, મંદિર જેવા સાર્વજનિક સ્થળોએ જઈ રંગરાત્રિ દાંડિયા નાઈટ્સના આયોજન અંગે જણાવીએ છીએ. એ સાથે મુંબઈની સૌથી ભવ્ય અને ક્યારેય ભૂલાય નહીં એવી નવરાત્રિના સેલિબ્રેશન માટે આમંત્રિત કરી રહ્યા છીએ.