નિર્માતા : કિશોર ગંજી અને રાજ આર, દિગ્દર્શક : રાજ રાચકોંડા, સ્ટાર કાસ્ટ : ગુલશન દેવૈયા, સૈયામી ખેર, ઉમેશ કામત
રેટિંગ- ***1/2
- જ્યોતિ વેંકટેશ
નાંદેડમાં રહેતી 29 વર્ષીય સીધી સાદી મહારાષ્ટ્રિયન ગૃહિણી ઈરાવતી (સૈયમી ખેર)ને એની ગર્ભવતિ નાની બહેન રિયાની તબિયત નાજુક રહેતી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાતા એની સારસંભાળ માટે હૈદરાબાદ જવું પડે છે.
આ ફિલ્મ બે પ્રેમી પંખીડા પ્રીતમ (ગુલશન દેવૈયા) અને ઈરાવતી (સૈયમી ખેર)ની આસપાસ ફરે છે જે હૈદરાબાદમાં મેટ્રોમાં મળે છે. થોડી મીટિંગો પછી, બંને એક પ્લેટોનિક બોન્ડમાં રહેવાનું નક્કી કરે છે. આને પ્રેમ ન કહી શકાય કારણ, બંને પરિણીત છે અને તેમનો પરિવાર પણ છે. આ માત્ર એક ફિલ્મ નથી જે તમારા મન સાથે ચાલતી રહે, પરંતુ વાર્તા તમારા હૃદયને સ્પર્શી જાય એવી છે, જોકે એડિટિંગ દરમિયાન ઘણું અધ્યાહાર છોડી દેવાયું છે.
ઇરાવતી પરિણીત છે, અને પ્રીતમનો પણ એક પરિવાર છે, અને તે તેમના બોન્ડને ગો શબ્દથી ખૂબ જ શંકાસ્પદ બનાવે છે. શું લગ્ન બાદ બે બાળકોના માતા-પિતા બનેલાં સ્ત્રી અને પુરુષ એવા મિત્રો હોઈ શકે કે જ્યારે એક બીજાને કંઈ કહેવું હોય તો તેમની વાત નિરાંતે સાંભળી શકે?
ઇરાવતીએ ઉર્દૂ કે હિન્દી શીખવાનો પ્રયાસ કર્યો હોવાની વાતનો કોઈ ઉલ્લેખ ફિલ્મમાં કરવામાં આવ્યો નથી. છતાં તમને આશ્ચર્ય થશે કે એક સામાન્ય મધ્યમ વર્ગની મહારાષ્ટ્રિયન મહિલા કે જેણે પોતાનું આખું જીવન નાંદેડ (મહારાષ્ટ્રનું એક નાનું શહેર)માં વિતાવ્યું છે તે કેવી રીતે આવી સાહિત્યિક ભાષામાં હિન્દી કવિતાઓ લખી શકે? પરંતુ તમને નથી લાગતું કે પ્લોટ કોઈ પણ રીતે સમગ્ર વાતાવરણને અવરોધે છે.
માર્ક કે. રોબિનનું આલ્હાદક સંગીત તન-મનને શાતા આપે છે. સંગીત ખરેખર શાનદાર હોવા છતાં, માર્ક કે રોબિનના ટ્રૅક્સને વધુમાં વધુ લોકો સુધી પહોંચવામાં સમય લાગશે. બેકગ્રાઉન્ડ સ્કોર પણ આલ્હાદક છે.
ગુલશન દેવૈયા જે એક પતિ, બાળકોનો પિતા છે છતાં ઇરાવતી સાથે પ્લેટોનિક સંબંધ બાંધે છે. જોકે તેના સંવાદો દર્શકોને ભાવવિભોર બનાવી દે છે. એટલું જ નહીં પાત્રને પ્રીતમના પાત્રને આત્મસાત કર્યું છે. જોકે મરાઠી ફિલ્મ અભિનેતા ઉમેશ કામતને ભાગે ખાસ કામ આવ્યું નથી. આમ છતાં અનુભવી અભિનેતાએ એની ભૂમિકાને સશક્ત બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો હોવા છતાં દર્શકોનું ધ્યાન ખેચવામાં સફળતા મળી નથી
સૈયમી ખેરે પુરવાર કર્યું છે કે એનામાં અસાધારણ પ્રતિભા છે જેને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આઘાતજનક ભૂતકાળ અને ચિંતાગ્રસ્ત ગૃહિણીની ભૂમકા ભજવે છે અને તમામ બાબતો એના હાવભાવ દ્વારા સુંદર રીતે રજૂ કરે છે.
અંતમાં, 8 એ.એમ. મેટ્રો લોકોના હૃદય અને આત્મા પર અમીટ છાપ છોડશે. અચૂક જોવા જેવી ફિલ્મ!