તુષાર કપૂર અને બપ્પી લાહિરી સાથે મરાઠી ફિલ્મ લકીના ટ્રેલર લૉન્ચમાં આવેલા જિતેન્દ્રએ ફિલ્મનાં ગીત કોપચા પર એના ખાસ અંદાજમાં ડાન્સ કર્યો હતો. અને જમ્પિંગ જૅકને સાથ આપ્યો હતો ફિલ્મના હીરો અભય મહાજને. આ ઉંમરે પણ સહજતાથી ડાન્સ કરી રહેલા જિતેન્દ્રને જોઈ ઉપસ્થિત મહેમાનો આફરીન પોકારી ઉઠ્યા હતા.

લકીનું આ ગીત બપ્પી લાહિરી અને વૈશાલી સામંતે ગાયું છે. એંસીના દાયકાની યાદ અપાવતું અને જિતેન્દ્રની ફિલ્મ હિમ્મતવાલાને ટ્રિબ્યુટ આપતું ગીત છે. હિન્દી અને બંગાળી ફિલ્મોમાં અનેક ગીતો ગાઈ ચુકેલા બપ્પીદા આ ગીત સાથે મરાઠી પાર્શ્વગાયન ક્ષેત્રે ડેબ્યુ કર્યું છે.

ટ્રેલર લૉન્ચ બાદ જિતેન્દ્રએ કહ્યું હતું કે, ફિલ્મનું ટ્રેલર ઉત્સુકતા વધારનારૂં છે અને મને વિશ્વાસ છે કે ફિલ્મ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવશે.. તો ડિસ્કોકિંગ બપ્પી લાહિરીએ આ વરસે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પચાસ વરસ પૂરા કર્યા હોવાથી લકીની ટીમે ગોલ્ડન જ્યુબિલી કેક કાપી સેલિબ્રેશન કર્યું હતું. ઉજવણી બાદ બપ્પીદાએ કહ્યું કે, મુંબઈમાં મારી કરિયર સફળ રહી છે અને મને એ વાતનો આનંદ છે કે ગોલ્ડન જ્યુબિલી યરમાં મેં મુંબઈની ભાષામરાઠીમાં ગીત ગાયું. હું મારા ચાહકોનો આભારી છું કે તેમણે મને આટલો પ્રેમ આપ્યો.

તો ઇવેન્ટમાં આવેલા બૉલિવુડના અભિનેતા તુષાર કપૂરે કહ્યું, મેં કોપચા ગીત જોયું. ફિલ્મના નિર્માતાઓએ કોપચા ગીતથી મારા પિતાને એક અલગ અંદાજમાં આપેલું ટ્રિબ્યુટ મને ઘણું પસંદ પડ્યું. મેં ગોલમાલ ફિલ્મની સિરીઝ કરી છે જેમાં મારૂં નામ લકી છે. એટલે લકી નામ સાથે મારો ખાસ સંબંધ છે. નિર્મતા સૂરજ સિંહ 16 વરસ સુધી બાલાજી ફિલ્મ્સ સાથે સંકળાયેલા હતા. એટલે એવું લાગી રહ્યું છે કે મારી હૉમ પ્રોડક્શનની ફિલ્મ રિલીઝ થઈ રહી હોય.

સંજય કુકરેજા, સૂરજ સિંહ અને દીપક પાંડુરંગ રાણે દ્વારા નિર્મિત, સંજય જાધલ દિવારા દિગ્દર્શિત લકીમાં અભય મહાજન અને દીપ્તિ સતી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here