બૉલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ઇમરાન હાશ્મીને પહેલીવાર ચમકાવતી ફિલ્મ ચેહરેની ચર્ચા ફિલ્મના સેટ પરથી અમિતાભનો ફર્સ્ટ લૂક વાયરલ થયો ત્યારથી થવા લાગી હતી. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ અગાઉ ૨૧ ફેબ્રુઆરીના રિલીઝ થવાની હતી. પરંતુ હવે મેકર્સે એની રિલીઝની તારીખ બદલાવી છે. હવે ફિલ્મ એપ્રિલ ૨૦૨૦માં રિલીઝ થશે.

મજાની વાત એ છે કે જા ફિલ્મ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હોત તો દર્શકોને પિતા-પુત્રની બૉક્સ ઑફિસ પર ટક્કર જોવા મળત. કારણ, એ દિવસે એટલે કે ૨૧ ફેબ્રુઆરીએ અભિષેકની મલ્ટીસ્ટારર ફિલ્મ રિલીઝ થવાની છે. અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ફિલ્મનું ટાઇટલ હજુ ફાઇનલ થયું નથી પણ એમાં અભિષેક ઉપરાંત ફાતિમા સના શેખ, રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા જેવા કલાકાર છે.

એટલે એવી શક્યતા છે કે અમિતાભે દીકરા સાથે સીધી ટક્કર ન થાય એ માટે ફિલ્મના નિર્માતાએ આ નિર્ણય લીધો હશે. જોકે એપ્રિલ ૨૦૨૦માં રણવીર સિંહ પણ એની ૮૩ લઈને આવી રહ્યો છે.

આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને સરસ્વતિ એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ બની રહેલી ફિલ્મના દિગ્દર્શક રૂમી જાફરી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી ઉપરાંત ક્રીતિ ખરબંદા, રિયા ચક્રોબોર્તિ, સિદ્ધાંત કપૂર, દ્રિધિમાન ચક્રોબોર્તિ, રઘુવીર યાદવ અને અન્નુ કપૂર પણ કામ કરી રહ્યા છે. ફિલ્મના સહ નિર્માતા છે છેલ્લો દિવસ ફેમ વૈશલ શાહ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here