આ વરસની શરૂઆતમાં આવેલી ઉરી ફિલ્મે વિક્કી કૌશલની કરિયરને હાઈ જોશમાં લાવી દીધી. ફિલ્મની સફળતા બાદ વિક્કીએ પણ એની અંગત જીવનની વાતો શેર કરતા જણાવ્યું હતું કે એ કોની સાથે ડેટ કરી રહ્યો છે. વિક્કીએ જણાવ્યું હતું કે એ હરલીન સેઠી સાથે ડેટ કરી રહ્યો છે. જોકે જાહેરાત કર્યાના થોડા દિવસોમાં જ ચર્ચાઈ રહ્યું હતું કે બંને વચ્ચેના સંબંધોમાં ત્રાડ પડવાની શરૂઆત થઈ છે. અને હવે મળતા અહેવાલો મુજબ વિક્કી અને હરલીન વચ્ચે બ્રેકઅપ થયું છે. બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા છે.

હરલીને સોશિયલ મીડિયા પર અનેક બ્રેકઅપ ક્વૉટ્સને લાઇક કર્યા છે. એટલું જ નહીં, હરલીને વિક્કીને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો પણ કર્યો છે. હરલીન એક અભિનેત્રી છે અને થોડા દિવસ અગાઉ એની વેબ સિરીઝ બ્રોકન રિલીઝ થઈ હતી. આ વેબ સિરીઝ માટે હરલીનને બેસ્ટ ડેબ્યુ ફીમેલ ઍવોર્ડ પણ મળ્યો હતો.

એક ચેટ શોમાં વિક્કીએ જણાવ્યું હતું કે એ કોઈને ડેટ કરી રહ્યો છે પણ એ મિસ્ટ્રી ગર્લને કોઈ જાણતું નહોતું. પણ, થોડા દિવસ અગાઉ હરલીન અને વિક્કીએ તેમનો એક ફોટો શેર કર્યો હતો જેમાં બંનેએ બ્લેક ટી-શર્ટ પહેર્યું છે અને એના પર લખ્યું હતું હાઉઝ ધ જોશ અને હરલીને મસ્ત કેપ્શન લખ્યું હાઈ સર.

હાલ આવેલા બ્રેકઅપના ન્યુઝ અંગે બેમાંથી કોઈએ પ્રતિક્રિયા તો નથી આપી પણ સમાચારને સાચા માનીએ તો હવે બંને સાથે નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here