Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Bollywood

પશ્ચિમ રેલવેનું નવું અભિયાન : લાઇટ… કૅમેરા… ઍક્શન

છેલ્લા થોડા વરસ દરમિયાન અનેક બ્લૉકબસ્ટર ફિલ્મોનું શૂટિંગ રેલવે પરિસરમાં કરવામાં આવ્યું છે.

Pradyuman Kapadia by Pradyuman Kapadia
June 3, 2025
Reading Time: 1 min read
0
પશ્ચિમ રેલવેનું નવું અભિયાન : લાઇટ… કૅમેરા… ઍક્શન

મીના કુમારીની ફિલ્મ પાકીઝાનું એક યાદગાર દૃશ્ય છે જેમાં રાજ કુમાર ટ્રેનની સીટ પર સૂતેલી મીનાકુમારીના માટે ચબરખી પર એક ડાયલૉગ લખે છે, યે પૈર ઝમીં પે મત રખિયેગા મૈલે હો જાયેંગે. શોલે ફિલ્મમાં ટ્રેન પર હુમલો કરતો ગબ્બર અને એનો મુકાબલો કરતા જય (અમિતાભ બચ્ચન) તથા વીરુ (ધર્મેન્દ્ર)ને દર્શકો આજેય ભૂલ્યા નથી. ડીડીએલજેનો કાજોલ અને શાહરુખ ખાનનો સીન કોને યાદ નહીં હોય? ધ બર્નિંગ ટ્રેન ફિલ્મને યાદ કરતાં જ શરીરનાં રૂંવાટાં ખડા થઈ જાય. તો ટ્રેનમાં બાળકોને લઈ ભારત દર્શન કરાવવા નીકળેલા જાગૃતિ ફિલ્મના શિક્ષક અભિ ભટ્ટાચાર્યએ ગાયેલું ગીત આઓ બચ્ચો તુમ્હે દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી… આબાલવૃદ્ધ સૌને યાદ હશે. આ તમામ ફિલ્મોને એક તાંતણે બાંધતી હોય તો એ છે ભારતીય રેલવે.

ટ્રેન, ભારતીય રેલવેને યાદ કરવાનું પણ ખાસ કારણ છે. પશ્ચિમ રેલવેએ તાજેતરમાં ફિલ્મ નિર્માતાઓને આકર્ષવા એક અભિયાન શરૂ કર્યું છે. સ્વાભાલિક છે કે ફિલ્મના શૂટિંગ દ્વારા પશ્ચિમ રેલવેને સારી એવી કમાણી થાય છે. પશ્ચિમ રેલવેએ ગયા વરસે દોઢ કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી હતી. દોઢ-બે વરસ દરમિયાન ફિલ્મ અને જાહેરાતોના શૂટિંગમાં થયેલા વધારાને જોઈ પ્રશાસનને લાગી રહ્યું છે કે રેલવેએ એનું આકર્ષણ ગુમાવ્યું નથી. છેલ્લા થોડા વરસ દરમિયાન અનેક બ્લૉકબસ્ટર ફિલ્મોનું શૂટિંગ રેલવે પરિસરમાં કરવામાં આવ્યું છે. જેમાં લંચ બૉક્સ, હીરોપંતિ-2, ઍરલિફ્ટ, શેરશાહ, ગબ્બર ઇઝ બેક, સિકંદર, ગઝની, કૌન બનેગા કરોડપતિનો પ્રોમો, પુનર્વિવાહ-ઉતરન-ગુલામ જેવી સિરિયલો, ગુજરાતી ફિલ્મો કચ્છ એક્સપ્રેસ અને લોચા લાપસી, મરાઠી ફિલ્મ આપડી થાપડીનો સમાવેશ થાય છે. તો લોકપ્રિય વેબ સિરીઝ એક્સ-રે, અભય-2, બ્રીથ ઇન ટુ ધ શેડો, ડોંગરી ટુ દુબઈના દૃશ્યો પણ રેલવે પરિસરમાં ફિલ્માવાયા છે. આનાથી પ્રોત્સાહિત થઈ પશ્ચિમ રેલવેએ ફિલ્મોના શૂટિંગથી વરસે દસથી પંદર કરોડ રૂપિયાની કમાણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ વિનીત અભિષેકે તેમના અભિયાન લાઇટ… કૅમેરા… ઍક્શન… અંગે ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, ઘણી ફિલ્મોમાં રેલવેના દૃશ્યો હોય છે પણ તેઓ સેટ બનાવીને કે અન્ય કોઈ રીતો અજમાવી શૂટિંગ કરતા હોય છે. અમને જાણવા મળ્યા મુજબ નિર્માતાઓ એટલા માટે ખચકાય છે કે સરકારી ખાતું છે એટલે અનેક ધક્કા ખાવા પડશે, કોઈ સુવિધા નહીં મળે, એક દિવસ શૂટ કર્યા બાદ એ લોકેશન ફરી મળશે કે નહીં જેવા અનેક પ્રશ્નો તેમને સતાવે છે.

જોકે અમે ફિલ્મ નિર્માતાઓને કહેવા માંગીએ છીએ કે અમે વન-વિન્ડો સિસ્ટમ અપનાવી છે જ્યાંથી દરેક પ્રકારની પરમિશન, લોકેશન, પૈસાની ચુકવણી, તેમને કેવી સુવિધા જોઈએ છે કે તેમની પસંદગીના લોકેશન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

વિનીત અભિષેકે વધુમાં જણાવ્યું કે, નિર્માતાને તમામ સુવિધા ઑનલાઇન મળી શકે એ માટે ઇન્ડિયા સિને હબની સ્થાપના કરી છે. અને એના પોર્ટલ https://indiacinehub.gov.in/ પર અરજી કરી શકે છે. અથવા ચર્ચગેટ સ્થિત પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓનો પણ સંપર્ક કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે શૂટિંગના લોકેશનનો ચાર્જ પણ એકદમ કિફાયતી રખાયો છે. એમાંય મેટ્રો સિટી કરતા નાના શહેરોના દર ઘણા ઓછા હોવાથી નિર્માતાને પસંદગી માટે વિકલ્પ પણ મળી રહે છે. નિર્માતાને તેમની જરૂરિયાત મુજબ મુંબઈની લોકલ, લાંબા અંતરની ટ્રેનો, ટર્મિનસ કે પરાંના સ્ટેશનો, રેલવેના યાર્ડ, વર્કશોપ પશ્ચિમ રેલવેની એડમિનિસ્ટ્રેટિવ ઑફિસ વગેરેની પસંદગી કરી શકે છે.

આ માટેના દર પણ નિર્માતાઓને પરવડી શકે એવા રાખ્યા હોવાનું વિનીત અભિષેકે જણાવ્યું હતું.  જેમકે મુંબઈ-અમદાવાદ જેવા શહેરો માટે એક શિફ્ટના બે લાખ રૂપિયા તો ઇન્દોર, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને રતલામ જેવા સ્ટેશનો માટે શિફ્ટ દીઠ એક લાખ રૂપિયા ફી રાખી છે. જ્યારે ગુજરાતી કે અન્ય પ્રાદેશિક ફિલ્મો નાના સ્ટેશનો પર માત્ર પ્રતિ શિફ્ટના પચાસ હજાર રૂપિયામાં તેમની ફિલ્મના મહત્વના દૃશ્યો ફિલ્માવી શકે છે.

Tags: Film ShootingGujarati FilmHindi FilmLocationPROVinit AbhishekWestern Railwayગુજરાતી ફિલ્મપશ્ચિમ રેલવેપીઆરઓફિલ્મ શૂટિંગલોકેશનવિનીત અભિષેકહિન્દી ફિલ્મ
ShareTweetPin
Pradyuman Kapadia

Pradyuman Kapadia

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari.

Related Posts

Bollywood

બોલિવૂડના જાણીતા લેખક – દિગ્દર્શક પાર્થો ઘોષનું નિધન

June 9, 2025
8
માલિકના ટીઝરમાં જોવા મળ્યો રાજકુમાર રાવનો ખતરનાક લૂક
Bollywood

માલિકના ટીઝરમાં જોવા મળ્યો રાજકુમાર રાવનો ખતરનાક લૂક

June 3, 2025
5
શાહિદ-ક્રીતિ-રશ્મિકાની કોકટેલ-2નું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે
Bollywood

શાહિદ-ક્રીતિ-રશ્મિકાની કોકટેલ-2નું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે

June 3, 2025
6
ઓહ માય ગૉડ-2ના દિગ્દર્શકની આગામી ફિલ્મ છે ઓહ માય ડૉગ
Bollywood

ઓહ માય ગૉડ-2ના દિગ્દર્શકની આગામી ફિલ્મ છે ઓહ માય ડૉગ

June 3, 2025
21
કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમક્યા બ્રાઇટના ડૉ. યોગેશ લાખાણી
Bollywood

કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમક્યા બ્રાઇટના ડૉ. યોગેશ લાખાણી

May 28, 2025
5
મુજીબ : ધ મેકિંગ ઑફ નેશનમાં શેખ હસીનાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી નુસરત ફારિયાની ઢાકા પોલીસે કરી ધરપકડ
Bollywood

મુજીબ : ધ મેકિંગ ઑફ નેશનમાં શેખ હસીનાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી નુસરત ફારિયાની ઢાકા પોલીસે કરી ધરપકડ

May 18, 2025
63
Next Post

બોલિવૂડના જાણીતા લેખક - દિગ્દર્શક પાર્થો ઘોષનું નિધન

Currently Playing
Facebook Twitter Instagram
Filmy Action Latest Bollywood News & Gossip:

Mr. P. C. Kapadia first began his journey at Chitralekha - one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news.
LEARN MORE »

Quick Links

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Copyright Statement

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.