1982માં સ્થપાયેલી અને હૉમ એન્ટરટેઈનમેન્ટમાં અગ્રણી ખેલાડી અલ્ટ્રા મીડિયા એન્ટરટેઇન્મેન્ટ ગ્રુપના સીઇઓ સુશીલ કુમાર અગ્રવાલ સહિત કંપનીના ત્રણસોથી વધુ કર્મચારીઓએ ભારતના આઝાદી કા અમૃત મહોત્સવને મનાવ્યો હતો. સુશીલ કુમારે વરલીના દરિયા કિનારે તિરંગાને લહેરાવ્યો હતો. જ્યારે કર્મચારીઓએ ઑફિસમાં રહી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી.
અલ્ટ્રા મીડિયા એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ, ટીવી સિરિયલ્સ સહિતના અનેકના કૉપીરાઇટ સંપાદન કરવા ઉપરાંત, અલ્ટ્રા સેવાઓના વિશાળ સ્પેક્ટ્રમને પૂરી કરે છે જેમાં ફિલ્મ નિર્માણ અને વિતરણ, સ્ટુડિયો સુવિધાઓ, મર્ચેન્ડાઇઝિંગ, ડિજિટલ ડાઉનલોડિંગ અને સ્ટ્રીમિંગ, ઓનલાઇન શોપિંગ વગેરેનો સમાવેશ થાય છે.