ભારતની માનસા વારાનસી સહિત સત્તર સુંદરી સંક્રમિત
મિસ વર્લ્ડ 2021 સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે ઇવેન્ટ કોરોનાને કારણે રદ કરવામાં આવી છે. સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર માનસા વારાનસી સહિત 17 સ્પર્ધકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તમામને પ્યુઅર્ટો રિકોમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
વાસ્તવમાં, પ્યુઅર્ટો રિકોમાં આ કાર્યક્રમ આજે ભારતીય સમય અનુસાર સવારે લગભગ 4.30 વાગ્યે આયોજિત થવાનો હતો, પરંતુ કોરોનાને કારણે તે હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. આયોજકોનું કહેવું છે કે મિસ વર્લ્ડ સ્પર્ધા આગામી 90 દિવસમાં તે જ સ્થળે યોજાશે. આરોગ્ય અધિકારીઓની મંજૂરી મળ્યા બાદ તમામ સુંદરીઓને ઘરે પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે.
જણાવી દઈએ કે 23 વર્ષની માનસા વારાનસી મિસ ઈન્ડિયા વર્લ્ડ 2020 રહી છે. તેલંગાણાની મનસા વ્યવસાયે નાણાકીય વિનિમય માહિતી વિશ્લેષક છે. બોલિવૂડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાનો ડંકો વગાડનાર પ્રિયંકા ચોપરા તેની આઈડલ છે.