સોની ટીવી પર પ્રસારિત થયેલા રિયાલિટી શો સુપરટ્ટાર સિંગરના રવિવારે યોજાયેલી ગ્રૅન્ડ ફિનાલેમાં છ ફાઇનલિસ્ટોમાંથી પ્રીતિ ભટ્ટાચાર્ય વિજેતા બની હતી. રવિવારે શોનું ફિનાલે રાખવામાં આવ્યું હતું. શોની શરૂઆતથી જ બેસ્ટ પર્ફોર્મર રહેલી પ્રીતિ વિજેતા બની હતી. એને ટ્રોફીની સાથે ૧૫ લાખ રૂપિયાનો ચેક મળ્યો હતો.
ગ્રૅન્ડ ફિનાલેમાં છ કન્ટેસ્ટંટ ફાઇનલિસ્ટ તરીકે સિલેક્ટ થયા હતા. જેમાં પ્રીતિ ભટ્ટાચાર્ય, મૌલી, સ્નેહા શંકર, હર્ષિત નાથ, અંકોના મુખર્જી અને નિષ્ઠા શર્મા સામેલ હતા. શોના કેપ્ટન હતા નિતિન કુમાર, સલમાન અલી, જ્યોતિકા તંગરી અને સચીન કુમાર વાલ્મકી. જ્યારે શોના જજ હતા હિમેશ રેશમિયા, અલકા યાજ્ઞિક અને જાવેદ અલી.