જેમ્સ બૉન્ડ ફિલ્મ ફ્રેન્ચાઇઝીની પચીસમી ફિલ્મ નો ટાઇમ ટુ ડાઈના નિર્માતાએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. એમાં હૉલિવુડના સુપરસ્ટાર ડેનિયલ ક્રેગ બૉન્ડના લૂકમાં નજરે પડે છે. પોસ્ટરમાં બ્લેક ટક્સીડો અને બૉ ટાઈમાં ડેનિયલ ઘણો સ્માર્ટ લાગી રહ્યો છે. મળતા અહેવાલ મુજબ ૦૦૭ ફ્રેન્ચાઇઝીની આ ફિલ્મમાં ડેનિયલ ફરી આઇકોનિક સિક્રેટ સર્વિસ એજન્ટ તરીકે જોવા મળશે.

ફિલ્મના ઓરિજિનલ ડિરેક્ટર ડેની બૉયલે ફિલ્મ છોડી દેતા પ્રોડક્શન શરૂ થવામાં વિલંબ થયો હતો. ત્યાર બાદ ફિલ્મના જમૈકામાં ચાલી રહેલા શૂટિંગ દરમ્યાન ક્રેગને એડીમાં ઇજા થઈ. નો ટાઇમ ટુ ડાઈમાં ડેનિયલ ઉપરાંત નાઓમી હૅરિસ, લશાના લિન્ચ, આના ડે, અર્માસ, રાલ્ફ ફિનેસ, બૅન વ્હિશા અને રામી મલેક જેવા કલાકારો પણ છે. ફિલ્મ એપ્રિલ ૨૦૨૦ના રિલીઝ થશે.

મળતા અહેવાલ મુજબ ફિલ્મમાં રામી મલેક એક રહસ્યમય વિલનની ભૂમિકામાં હશે. રામીએ આ વરસે ફ્રેડી મર્ક્યુરીના ભજવેલા પાત્ર માટે બેસ્ટ ઑસ્કારનો ઍવોર્ડ જીત્યો હતો. નો ટાઇમ ટુ ડાઈનું દિગ્દર્શન રૅરી જોજી ફુકુનામા કરી રહ્યા છે જેમણે એચબીઓની જાણીતી સિરીઝ ટ્રુ ડિટેક્ટિવ અને નેટિફ્લક્સ માટે મેનિયેક જેવા પ્રોજેક્ટનું દિગ્દર્શન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here