આગામી ફિલ્મ પંગાના પ્રમોશન માટે નીના ગુપ્તા કપિલ શર્મા શોમાં આવી હતી
હિન્દી ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વિખ્યાત અભિનેત્રી નીના ગુપ્તાની ગણના બિન્ધાસ્ત હીરોઇન તરીકેની છે. કોને કેવું લાગશે એની એ પરવા કરતી નથી. એના મનમાં હોય એ ખચકાયા વગર કહી દે છે. એની કહેની – કરનીમાં કોઈ તફાવત નથી.
સમાજની પરવા કર્યા વિના કુંવારી માતા બની અને દીકરીને જન્મ આપ્યો. લાંબો સમય બેકારીમાં વીતાવનાર અભિનેત્રીએ વિના સંકોચ સોશિયલ મીડિયા પર એને કામની જરૂર હોવાની જાહેરાત કરી.
એને બધાઈ હો ફિલ્મ મળી જેણે તમામ રેકોર્ડ તોડ્યા.
ત્યારબાદ અનેક ફિલ્મોમાં દેખાયેલી નીના ગુપ્તા તાજેતરમાં એની આગામી ફિલ્મ પંગાના પ્રમોશન માટે એની સહકલાકાર કંગના રનૌત સાથે કપિલ શર્માના શોમાં આવી હતી.
શોમાં કપિલે એક સવાલ પૂછ્યો એનો જવાબ સાંભળી ખુદ કપિલની બોલતી બંધ થઈ ગઈ હતી.
કપિલે નીનાને પૂછ્યું કે તમારે માટે એવું કહેવાય છે કે તમને હોલિવૂડની સિરીઝ બેવોચની પામેલા એન્ડરસનની ભૂમિકા ભજવવાની મહેચ્છા છે.
આનો જે જવાબ નીના ગુપ્તાએ આપ્યો એ સાંભળી ત્યાં ઉપસ્થિત તમામ લોકો ખડખડાટ હસી પડ્યા. નીના ગુપ્તાએ કહ્યું મારી પાસે પામેલા જેવા ઉરજો નથી જે કામ કરી શકે. અભિનેત્રીનો જવાબ સાંભળી કપિલના મોં પર પણ શરમના શેરડા પડ્યા. જોકે પ્રશ્ન નોનવેજ હતો તો એનો જવાબ વેજ કેવી રીતે હોઈ શકે, એમ નીનાએ અંતમાં કહ્યું હતું.